ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર IPL અને WTCની ફાઈનલ ગુમાવે તેવો ભય

- ઐયરને પીઠની ઈજા પર સર્જરી કરાવવી પડશે

- બુમરાહ અને પ્રસિધ ક્રિશ્ના પર સર્જરી થઈ ચૂકી છે

Updated: Mar 22nd, 2023


Google NewsGoogle News
ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર IPL અને WTCની ફાઈનલ ગુમાવે તેવો ભય 1 - image

મુંબઈ, તા.૨૨

ભારતના આધારભૂત મિડલ ઓર્ડર બેટસમેન શ્રેયસ ઐયરને પીઠની ઈજા પર સર્જરી કરાવવી પડે તેમ છે. કારણે તે આખી આઇપીએલ તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ગુમાવશે તેવો ભય સેવાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પહેલેથી બુમરાહ, પ્રસિધ ક્રિશ્ના તેમજ પંતની ઈજાના કારણે પરેશાન છે. બુમરાહ અને ક્રિશ્ના પર પણ અગાઉ સર્જરી થઈ ચૂકી છે.

મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ઐયરને સર્જરી બાદ ચાર થી પાંચ મહિના સુધી આરામ  કરવો પડશે. કારણે તે ૩૧મી માર્ચથી શરૃ થઈ રહેલી આઈપીએલની આખી સિઝન ગુમાવશે તેમ લાગી રહ્યું છે. આઇપીએલમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. હવે કોલકાતાને નવા કેપ્ટનની તલાશ કરવી પડશેે.

સૂત્રો જણાવે છે કે, ઐયરને સર્જરી કરાવવાની સલાહ મળી છે. તેની ઈચ્છા તો લંડનમાં નિષ્ણાત સર્જન પાસે ઓપરેશન કરાવવાની છે. જોકે ભારતમાં સારો વિકલ્પ મળતો હોય તો તેની સર્જરી અહીં પણ થઈ શકે છે. નોંધપાત્ર છે કે, ઐયરને પીઠની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી હતી. જોકે તેને બીજી ટેસ્ટમાં ઉતારવામાં આવ્યો હતો. જોકે તે ચોથી ટેસ્ટમાંથી ઈજાના કારણે ખસી ગયો હતો


Google NewsGoogle News