Get The App

IPL 2025માં આ ટીમનો કેપ્ટન બનવાની તૈયારીમાં છે શ્રેયસ અય્યર, એટલે જ છોડ્યો KKRનો સાથ

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
IPL 2025માં આ ટીમનો કેપ્ટન બનવાની તૈયારીમાં છે શ્રેયસ અય્યર, એટલે જ છોડ્યો KKRનો સાથ 1 - image

IPL 2025, Shreyas Iyer : IPL 2025ની તૈયારીઓ વચ્ચે શ્રેયસ અય્યરને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. અય્યરે પોતાની મરજીથી કોલકાતા નાઈટ રાઈડર્સ છોડીને મેગા ઓક્શનમાં જવાનું નક્કી કર્યું. તેની પાછળનું એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે શ્રેયસે આ અને હજુ સુધી તેના IPLમાં ભવિષ્ય અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

આગામી IPL 2025ના મેગા ઓક્શન પહેલા શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સથી અલગ થઈ ગયો છે. અને તે હવે આગામી મેગા ઓક્શનમાં ભાગ લેતો જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર દિલ્હી કેપિટલ્સે શ્રેયસને કેપ્ટનશીપની ઓફર કરી છે. અને તેને મોટી રકમની પણ ઓફર કરવામાં આવી છે. તેથી અય્યરે KKR છોડીને દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન બનતા પહેલા અગાઉ શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ પણ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2019માં તેણે 7 વર્ષ પછી દિલ્હીને પ્લેઓફમાં પહોંચાડ્યું હતું. અને તેની પછીની જ સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી લઈ હતી. શ્રેયસ અય્યર વર્ષ 2022માં KKRનો કેપ્ટન બન્યો હતો. ત્યારથી ઐયરે કુલ 29 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. 

આ પણ વાંચો : IPL 2025: ધોની ફરી બનશે CSKનો કેપ્ટન? પૂર્વ ક્રિકેટરે આપી સલાહ, ફેન્સ લગાવી રહ્યા છે અટકળો

મેગા ઓક્શનને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ વખતનું ઓક્શન સામાન્ય નથી કારણ કે ઘણી ટીમો પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ વખતે બીસીસીઆઈએ પણ પર્સની કિંમતમાં વધુ વધારો કર્યો છે. હવે દરેક ફ્રેન્ચાઇઝી પોતાની પાસે 120 કરોડ રૂપિયા રાખી શકે છે. આ વખતે ઋષભ પંત, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ જેવા ઘણાં મોટા ખેલાડીઓ મેગા ઓક્શનમાં ભાગ લેશે. 


Google NewsGoogle News