જેને ટીમ ઈન્ડિયાએ કાઢી મૂક્યો હતો, એ હવે કેપ્ટનશીપનો દાવેદાર... કર્યું જોરદાર કમબેક

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જેને ટીમ ઈન્ડિયાએ કાઢી મૂક્યો હતો, એ હવે કેપ્ટનશીપનો દાવેદાર... કર્યું જોરદાર કમબેક 1 - image
Image Twitter 

Shreyas iyer: થોડા સમય પહેલા જ શ્રેયસ અય્યરને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડી પર નિયમો અને આદેશોનું પાલન ન કરવાના આરોપ હતા. કદાચ ઈજા છુપાવવા માટે પણ, આવો વિવાદ કે જેમાં ક્રિકેટ બોર્ડ (BCCI) થી લઈને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી) સુધી દરેક પોતપોતાની દલીલો આપી રહ્યા હતા. શ્રેયસ પણ ખુલાસો આપી રહ્યો હતો, પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી. ઉપરાંત તેની પાસેથી વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ છીનવી લેવામાં આવ્યો હતો. કોઈએ ચેતવણી આપી, તો કોઈએ સલાહ આપી. કહ્યું- 'કૂલ' રહીને જ કમબેક શક્ય છે. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે  કે, માત્ર ત્રણ જ મહિનામાં આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો દાવો કરશે, પરંતુ કેપ્ટનશિપની રેસમાં પણ સામેલ થઈ જશે.

ઐય્યર ભારતનો આગામી કેપ્ટન બની શકે છે:  રોબિન

એક કહેવત છે ને કે, જીત માટે હજારો હીરો હોય છે, અને હાર માટે હજાર બહાના… કોલકાતા નાઈટ રાઈડર્સની સાથે પણ આવુ જ બન્યું છે. 10 વર્ષ બાદ IPL જીતનારી આ ટીમના હીરોની ગણતરી કરવા બેસીએ તો એક શ્વાસમાં અનેક નામો ગણી લેવામાં આવશે. સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, ફિલ સોલ્ટ, મિશેલ સ્ટાર્ક, વેંકટેશ ઐયર, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા… અને શ્રેયસ ઐયર. આ લિસ્ટમાં કેપ્ટન ઐય્યરનું નામ ઝડપથી નથી આવતું. કારણ ગમે તે હોય શ્રેયસને તે શ્રેય ન મળ્યો જેનો તે હકદાર હતો. જો કે, તેમના માટે રાહતની વાત એ છે, કે જ્યારે મોટાભાગના દિગ્ગજો KKRના અન્ય હીરોના દિલથી વખાણ કરી રહ્યા હતા, ત્યારે રોબિને ઉથપ્પાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઐય્યર ભારતનો આગામી કેપ્ટન બની શકે છે.

મને લાગે છે કે તે ભારતની કેપ્ટનશીપ કરશે... 

કોલકાતા નાઈટ રાઈડર્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત બાદ રોબિન ઉથપ્પાએ શ્રેયસ ઐયરની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે શોમાં કહ્યું, 'મને લાગે છે કે તે (શ્રેયસ) આવનારા સમયમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. તેને ખબર છે કે, ટીમને કેવી રીતે હેન્ડલ કરવી. તેમણે આઈપીએલની આ સિઝનમાં  ઘણી નવી વસ્તુઓ શીખી છે, જે હવે જોવા મળી રહી છે. તે ગૌતમ ગંભીર, ચંદ્રકાંત પંડિત, અભિષેક નાયર સાથે કામ કરી રહ્યો છે અને તેનો તેમને ફાયદો થયો છે.

શું શુભમન ગિલ કરતા આગળ નીકળી ગયા છે ઐય્યર?

રોબિન ઉથપ્પાને પૂછવામાં આવ્યું કે શું શ્રેયસ અય્યરે કેપ્ટનશિપની રેસમાં શુભમન ગિલથી આગળ નીકળી ગયો છે? તેના જવાબમાં ઉથપ્પાએ કહ્યું કે, 'હા, અમે કહી શકીએ છીએ. અય્યર ત્રણેય ફોર્મેટમાં ફિટ છે અને કેપ્ટનશિપની રેસમાં એવુ કોઈ કારણ નથી કે, તેને કેપ્ટનશીપની રેસમાં આગળ ન માનવામાં આવે. ' શોમાં અનિલ કુંબલેએ પણ કહ્યું કે શ્રેયસે જે કરી બતાવ્યું છે અને જે રીતે તેણે ખેલાડીઓને સંભાળ્યા છે, તે પ્રકારે તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. આ ખેલાડીએ પરિપક્વતા દેખાડી છે, જે સફળ અને લાંબી ક્રિકેટ કરિયર માટે જરૂરી છે.



Google NewsGoogle News