Get The App

ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20Iમાં અય્યરની થશે ટીમમાં વાપસી, આ યુવા સ્ટાર ખેલાડી થઈ શકે બહાર

સિરીઝની અંતિમ 2 મેચમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની વાપસી થવાની છે

ત્રીજી T20I મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20Iમાં અય્યરની થશે ટીમમાં વાપસી, આ યુવા સ્ટાર ખેલાડી થઈ શકે બહાર 1 - image
Image:Twitter

IND vs AUS 4th T20I Shreyas Iyer Come Back : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં હારનો સામનો કર્યા બાદ પણ ભારત 2-1થી સિરીઝમાં આગળ છે. આ સિરીઝની અંતિમ 2 મેચમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની વાપસી થવાની છે. પરંતુ અય્યરની વાપસી પછી કોઈ એક ખેલાડીને બહાર બેસવું પડશે. હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ કયા ખેલાડીને બહાર બેસાડે છે તે જોવાનું રહેશે.

આ ખેલાડી થઇ શકે છે બહાર

ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી ત્રણ T20I મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ તિલક વર્માએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે શ્રેયસ અય્યરની વાપસી બાદ પ્લેઇંગ ઈલેવનથી તિલક વર્મા બહાર થઇ શકે છે. એટલે કે ભારતીય ટીમના ટોપ-4માં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન અને શ્રેયસ અય્યરનો સમાવેશ થશે. જો શ્રેયસ અય્યર નંબર-4 પર બેટિંગ કરશે તો સૂર્યકુમાર યાદવ નંબર-5 પર બેટિંગ કરવા આવી શકે છે. આ પછી રિંકુ સિંહ હશે.

રાયપુરમાં રમાશે સિરીઝની ચોથી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I મેચ આવતીકાલે રાયપુરમાં રમાનાર છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે અંતિમ મેચ રવિવારના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ 2 મેચમાં હરાવ્યુદ હતું. પરંતુ ત્રીજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમની નજર ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે.

ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20Iમાં અય્યરની થશે ટીમમાં વાપસી, આ યુવા સ્ટાર ખેલાડી થઈ શકે બહાર 2 - image


Google NewsGoogle News