Get The App

IPL પહેલા પંજાબ કિંગ્સના નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
IPL પહેલા પંજાબ કિંગ્સના નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન 1 - image


Punjab Kings New Captain Shreyas Iyer: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા પંજાબ કિંગ્સ (PBKS) ટીમે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની આ પંજાબ ટીમે શ્રેયસ ઐયરને કમાન સોંપી છે. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત ઘણી અલગ રીતે કરી છે. તેમણે આ જાહેરાત ટીવી શો બિગ બૉસ દ્વારા કરી છે. શોના હોસ્ટ અને એક્ટર સલમાન ખાને પ્રોગ્રામ દ્વારા પંજાબ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

આ શોમાં સલમાન ખાનની સાથે મહેમાન તરીકે શ્રેયસ અય્યર, યુજવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ નજરે આવ્યા. તેમણે શોમાં ઘણી મસ્તી પણ કરી. જણાવી દઈએ કે, આ પહેલા બિગ બૉસનો એક પ્રોમો શરે કર્યો હતો, જેમાં આ સંકેત આપ્યા હતા કે સલમાન ખાન પંજાબ ટીમના નવા કેપ્ટનનું એલાન કરશે. એ સાચું સાબિત થયું.

શ્રેયસે ગત વખત કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું

જણાવી દઈએ કે, શ્રેયસ અય્યરે ગત સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની કપ્તાની કરી હતી. તેમણે શાહરૂખ ખાનની માલિકીના હકવાળી KKR ટીમને એક દાયકા બાદ પોતાનો ત્રીજો IPL ટાઈટલ અપાવ્યું હતું. જો કે, KKRએ શ્રેયસને રિટેન નહોતો કર્યો.

ત્યારબાદ શ્રેયસ અય્યર IPL મેગા ઓક્શનમાં ઉતર્યા જ્યાં પંજાબ ફ્રેન્ચાઈઝીએ 26.75 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને તેમને ખરીદ્યા. ત્યારે ફ્રેન્ચાઈઝીએ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે શશાંકને 5.5 કરોડ રૂપિયમાં રિટેન કર્યો.

આ પણ વાંચો: IPL 2025 ક્યારથી શરૂ થશે? BCCIના ઉપાધ્યક્ષે કરી તારીખની જાહેરાત

પંજાબ કિંગ્સ અત્યાર સુધીમાં એકપણ વાર IPL ચેમ્પિયન નથી બની શકી. આ ટીમ IPL 2014ની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ગૌતમ ગંભીરની કપ્તાની વાળી KKRએ હરાવી હતી.

શ્રેયસે અત્યાર સુધી IPLમાં કુલ 115 મેચ રમી છે, જેમાં 32.24ની ટકાવારીથી 3127 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 21 ફિફ્ટી ફટકારી છે. આ પહેલા તેઓ IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની કપ્તાની કરી ચૂક્યા છે.

પંજાબ કિંગ્સની ટીમ

રિટેન: શશાંક સિંહ (5.5 કરોડ) અને પ્રભસિમરન સિંહ (4 કરોડ).

ખરીદ્યા: અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, યુજવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નેહાલ વઢેરા, હરપ્રીત બરાર, વિષ્ણુ વિનોદ, વિજય કુમાર વૈશાક, યશ ઠાકુર, માર્કો જાનસેન, જોશ ઇંગ્લિસ, લોકી ફર્ગ્યૂસન, અજમતુલ્લાહ ઉમરજઈ, હરનૂર સિંહ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, જેવિયર બાર્ટલેટ, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે.

આ પણ વાંચો: ધોની જેવા લોકો ખૂબ ઓછા જોવા મળે...: યોગરાજ સિંહના સૂર બદલાયા, કર્યા ભરપેટ વખાણ


Google NewsGoogle News