IPL 2024 : KKRએ પણ જાહેર કરી દીધા પોતાના કેપ્ટન અને વાઈસ કેપ્ટન
IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં કરવામાં આવશે
IPL 2023માં નીતીશ રાણાના નેતૃત્વ હેઠળ KKRની ટીમ રમી હતી
Image:File Photo |
Shreyas Iyer Appointed Captain Of KKR : IPL 2024ની જોરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે. જ્યારે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાને બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લી કેટલીક IPLમાં નીતીશ રાણાએ કેપ્ટનશીપ કરી હતી. બીજી બાજુ ગૌતમ ગંભીર હાલમાં જ કોલકતા ટીમના મેન્ટર તરીકે જોડાયા છે.
'અય્યરનું ન રમવું અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ હતું'
KKRના CEOએ કહ્યું ગત આઈપીએલમાં શ્રેયસ ચોટિલ હોવાના કારણે રમી શક્યો ન હતો તે અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ હતું. પરંતુ જે રીતે આ ઈજામાંથી બહાર આવીને શ્રેયસે પોતાનું ફોર્મ દેખાડ્યું છે તે જ તેની કાબિલેયત દર્શાવે છે.
'નીતીશ શ્રેયસને સમર્થન કરવાના તમામ સંભવ પ્રયાસ કરશે'
તેમણે કહ્યું અમે એ નીતીશનો પણ આભાર માનીએ છીએ કે ગત આઈપીએલમાં શ્રેયસની જગ્યા લેવા માટે સહમત થયો અને તેણે શાનદાર પ્રદર્શન પણ કર્યુ. વાઈસ કેપ્ટનના રોલમાં નીતીશ શ્રેયસને સમર્થન કરવાના તમામ સંભવ પ્રયાસ કરશે.
ગઈ સીઝનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો - ઐય્યર
બીજી બાજુ શ્રેયસ ઐય્યરે પોતાના કેપ્ટન બનવા પર કહ્યું કે ગઈ સીઝનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઈજા પણ એક મોટું કારણ હતું. શ્રેયસે નીતીશની કૅપ્ટનશીપ પર વાત કરતા કહ્યું કે તેણે મારા કરતા પણ સારું કામ કર્યુ. મને ખુશી છે કે KKR તેને વાઈસ કેપ્ટન બનાવ્યો. તેમાં કોઈ શંકા નથી કે આ કારણથી હવે ટીમની લીડરશીપ વધુ મજબૂત થશે.
ગત સિઝનમાં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહ્યું હતું KKR
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPL 2023માં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહી હતી. તેણે 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી હતી. KKRને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ માટે સૌથી વધુ રન રિંકુ સિંહે બનાવ્યા હતા. રિંકુએ 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી પણ ફટકારી હતી.