પહેલા દેશભક્ત બનો પછી ક્રિકેટ પ્રેમી, શ્રીસંતે IPLના સ્ટાર ક્રિકેટરને કેમ સંભળાવી દીધું?
IPLમાં આ વખતે રિયાન પરાગે (Riyan Parag) રાજસ્થાન રોયલ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેની T20 વર્લ્ડકપની ટીમમાં પસંદગી થઈ શકી નહોતી. ક્રિકેટર આના કારણે થોડો નારાજ હોય એવું લાગતું હતું કારણ કે તેણે એક પૉડકાસ્ટ દરમિયાન કહી દીધું હતું કે, 'મારે વર્લ્ડકપની મેચ નથી જોવી કારણ કે હું વર્લ્ડકપમાં રમવા માગુ છું.
આ નિવેદન બાદ પૂર્વ ભારતીય ક્રિકેટ શ્રીસંતે કહ્યું હતું કે, 'અમુક યુવા ખેલાડીઓ કહેતા હોય છે કે તેઓને મેચ નથી જોવી કારણ કે તેમની પસંદગી ટીમમાં નથી થઈ. પહેલા તમારે દેશભક્ત બનવું જોઈએ પછી ક્રિકેટ પ્રેમી. જે લોકો ટીમમાં પસંદગી પામ્યા છે તેઓને પણ દિલથી સપોર્ટ કરવો જોઈએ.'
શ્રીસંત તાજેતરમાં T20 વર્લ્ડકપમાં કોમેન્ટ્રી સહિત ઘણા અલગ અલગ રોલમાં દેખાયો હતો. તો રિયાન પરાગને પણ ઝીમ્બાબ્વે સામે રમવા માટે ટીમમાં આમંત્રણ મળી ગયું છે. રિયાન યુવા ભારતીય ટીમનો ભાગ બની ગયો છે અને ટીમ સાથે ઝીમ્બાબ્વે પહોંચી ગયો છે. રિયાન IPLની છેલ્લી કેટલીક સિઝનમાં સારી બેટિંગ કરી ચૂક્યો છે. તે સ્પિન પણ કરી શકે છે. માટે ઓલરાઉન્ડર તરીકે તેને ટીમમાં સમાવવાથી એક પાર્ટ ટાઈમ સ્પિનર પણ મળી શકે છે.