શોએબ મલિકે કર્યા ત્રીજા લગ્ન, સાનિયા મિર્ઝા સાથે તલાકના અહેવાલો વચ્ચે સના જાવેદ સાથે કર્યા લગ્ન

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
શોએબ મલિકે કર્યા ત્રીજા લગ્ન, સાનિયા મિર્ઝા સાથે તલાકના અહેવાલો વચ્ચે સના જાવેદ સાથે કર્યા લગ્ન 1 - image


Shoaib Malik Third Marriage: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થવાના અહેવાલ વહેતા થયા હતા.

સના જાવેદના પણ બીજા લગ્ન

પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાંની એક સના જાવેદે 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ આ કપલ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નહોતું. બાદમાં બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકબીજાના ફોટા ડિલીટ કરી દીધા અને પછી સમાચાર આવ્યા કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. હવે સનાએ શોએબ સાથે બીજા લગ્ન કર્યા છે. 28 વર્ષીય સના જાવેદ પાકિસ્તાનના ઘણાં ટીવી શો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

શોએબે સાનિયા સાથે બીજા લગ્ન કર્યા હતા

શોએબે 2010માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા. સાનિયા સાથે લગ્ન કરતા પહેલા શોએબે 2010માં પહેલી પત્ની આયેશા સિદ્દિકીને છૂટાછેડા આપી દીધા હતા. 


Google NewsGoogle News