રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતાં ફાસ્ટર બોલરે વિરાટ કોહલીને ગણાવ્યો સદીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન
ઇંગ્લેન્ડ સામે રમાનાર ટેસ્ટ સીરિઝમાં કોહલીને પ્રથમ 2 ટેસ્ટ મેચ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યો છે
Image:File Photo |
Shoaib Akhtar Said About Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેના અત્યાર સુધીના ક્રિકેટિંગ કરિયરમાં ઘણાં રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ રેકોર્ડ્સને તોડવા ખુબ જ મુશ્કેલ છે. કોહલીએ તેના દમ પર ભારતીય ટીમને ઘણાં મેચ જીતાડ્યા છે. આ જ કારણ કે છે કોહલીના ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ઘણાં ચાહકો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું, “વિરાટ આ સદીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.”
“સચિન અને કોહલીની સરખામણી ન થઇ શકે”
અખ્તરે સચિન અને કોહલીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું, “વિરાટ, વિરાટ છે. તે આ સદીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. વસીમ અકરમ જેવા બોલરને રમવું સરળ નહોતું. પરંતુ તેમ છતાં સચિને રન બનાવ્યા. કોહલી અને સચિનની સરખામણી ન થઈ શકે.” જણાવી દઈએ કે કોહલી હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની તૈયારીઓ શરૂ કરશે. આ પહેલા તે અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ માટે ભારતીય ટીમનો ભાગ હતો. કોહલીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ODIમાં કોહલીના નામે 50 સદી
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી 113 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 8848 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 29 સદી અને 7 બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત તેના નામે 30 ફિફ્ટી પણ છે. કોહલીએ 292 ODI મેચ પણ રમી છે. જેમાં તેણે 50 સદી ફટકારી છે. કોહલીએ 72 ફિફ્ટી પણ ફટકારી છે. આ સાથે તેણે 13,848 રન બનાવ્યા છે. તેણે ભારત માટે 117 T20I મેચમાં 4037 રન બનાવ્યા છે. આમાં તેણે એક સદી અને 37 ફિફ્ટી ફટકારી છે.