રોહિત શર્મા જરા પણ સ્વાર્થી નથી, જીતવી જોઈએ ટ્રોફી: ખૂલીને ભારતનું સમર્થન કરી રહ્યો છે પાકિસ્તાની દિગ્ગજ
Image: IANS |
શોએબે શું કહ્યું?
પોતાની યુટ્યુબ ચેનલ પર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગયા પછી ભારત આ T20 વર્લ્ડકપ જીતવા માટે સૌથી લાયક ટીમ છે. તેને રોહિત શર્માના માઈન્ડ સેટની પ્રશંસા કરતા કહ્યું કે, 'રોહિત શર્માએ વારંવાર કહ્યું છે કે તે મેહનત અને ટીમના પ્રભાવ થકી ટ્રોફી જીતવા માંગે છે. તેથી વર્લ્ડ કપ જીતવા માટે સૌથી લાયક છે. તે એક નિઃસ્વાર્થ કેપ્ટન છે અને હંમેશા ટીમ માટે રમે છે. સાથે એક શાનદાર બેટર પણ છે.
જ્યારે ભારત વર્લ્ડકપ ન જીત્યું ત્યારે મને દુઃખ થયું હતું
2023 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની હાર વિશે શોએબે કહ્યું કે, 'હું હંમેશાથી ભારત વર્લ્ડકપ જીતે તેના પક્ષમાં હતો. ગયા વર્ષે જ્યારે ભારત વર્લ્ડકપ ન જીતી શક્યું ત્યારે મને દુઃખ થયું હતું. કારણ કે તેઓ હારવાને નહીં જીતવાને લાયક હતા. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2023માં ભારતમાં આયોજિત વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. ભારતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલ સુધી એક પણ મેચ હાર્યું ન હતું. પરંતુ ફાઇનલમાં મળેલી હારથી કેપ્ટન રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા.