World Cup 2023 : 'અમારું ભડથું બનાવી દીધું...', ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર ભડક્યો શોએબ અખ્તર

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે શાનદાર સદી ફટકારી હતી

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : 'અમારું ભડથું બનાવી દીધું...', ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર ભડક્યો શોએબ અખ્તર 1 - image
Image:Twittre

World Cup 2023 AUS vs PAK : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી ODI World Cup 2023ની મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (163) અને મિચેલ માર્શ (121)ની સદીની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 305 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પાકિસ્તાનની સતત બીજી હાર છે. ઓસ્ટ્રેલિયા સામે હાર પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાન(Shoaib Akhtar Lashes Out At Pakistani Players)ના ખેલાડીઓની ઝાટકણી કાઢી હતી.

ઓસ્ટ્રેલિયાએ અમારી સામે બદલો લીધો - શોએબ અખ્તર

શોએબ અખ્તરે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કર્યું કે, 'ઓસ્ટ્રેલિયાએ અમારી સામે બદલો લીધો છે. તેઓએ અમારા બોલરોની એટલી ધોલાઈ કરી કે મારી મારીને અમારું ભડથું બનાવી દીધું. ઓસ્ટ્રેલિયાએ અમને ખરાબ રીતે હરાવ્યું. આ મારા માટે ખૂબ જ નિરાશાજનક છે. મને સમજાતું નથી કે પાકિસ્તાન આવું કેમ રમી રહ્યું છે.' શોએબે કેટલાંક દિવસ પહેલા તેના એક્સ(ટ્વિટર) અકાઉન્ટ પર લખ્યું હતું કે, 'જો ઓસ્ટ્રેલિયા આ રીતે હારશે તો તે પોતાનો ગુસ્સો અમારા પર ઠાલવશે.' આ વાતને લઈને જ શોએબે કયું કે ઓસ્ટ્રેલિયાએ બદલો લીધો છે.

મને એવું કંઈ દેખાતું નથી જેથી હું કહી શકું કે પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચશે - શોએબ અખ્તર

શોએબે પાકિસ્તાની ખેલાડીઓના પ્રદર્શન વિશે કહ્યું, 'મને શરમ આવે છે કે પાકિસ્તાની ખેલાડીઓ આવું કેવી રીતે કરી શકે? એક સમયે અમારી ટીમનો દબદબો હતો. અમે એક સમયે ક્રિકેટમાં વર્ચસ્વ ધરાવતા હતા પરંતુ આ વખતે એવું બિલકુલ નથી લાગતું. આ મારા માટે ખૂબ જ શોકિંગ છે.' શોએબે વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાને દરેક ડિપાર્ટમેન્ટમાં એવરેજ પ્રદર્શન કર્યું છે. બોલિંગ એવરેજ હતી, બેટિંગ પણ એવરેજ હતી, ફિલ્ડિંગ પણ કંઈ ખાસ નહોતી. બોલિંગની છેલ્લી 15 ઓવર સારી રહી હોવા છતાં ટીમે શરૂઆતમાં ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. પાકિસ્તાનનું આ નિરાશાજનક પ્રદર્શન છે. પાકિસ્તાન આના કરતા ઘણી સારી ટીમ હતી પરંતુ આ પ્રદર્શનને જોતા મને એવું કંઈ દેખાતું નથી જેથી હું કહી શકું કે પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.'

World Cup 2023 : 'અમારું ભડથું બનાવી દીધું...', ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર ભડક્યો શોએબ અખ્તર 2 - image


Google NewsGoogle News