Get The App

શિવમ દુબેના પત્ની અંજુમ ખાને કરી ભાજપ નેતાની ઝાટકણી, સોશિયલ મીડિયા પોસ્ટ પછી ખળભળાટ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
શિવમ દુબેના પત્ની અંજુમ ખાને કરી ભાજપ નેતાની ઝાટકણી, સોશિયલ મીડિયા પોસ્ટ પછી ખળભળાટ 1 - image

Anjum Khan Said Against BJP Leader Nazia Elahi Khan: ભારતીય ટીમના ઓલરાઉન્ડર શિવમ દુબેના પત્ની અંજુમ ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટે રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. અંજુમે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાજપના નેતા નાઝિયા ઈલાહી ખાનની ધરપકડની માંગ કરતી સ્ટોરી શેર કરી હતી હતી. તેણે મુસ્લિમોને નાઝિયા સામે કાર્યવાહી કરવાની અપીલ પણ કરી છે. નાઝિયા ઇલાહી ખાન ભાજપના લઘુમતી મોરચાના સભ્ય છે.

નાઝિયા ઇલાહી ખાન પોતાને મુસ્લિમ મહિલાઓના અધિકારો અને તેમની સામે ભેદભાવપૂર્ણ ધાર્મિક પ્રથાઓને નાબુદ કરવા સામે લડત આપવાનો દાવો કરે છે. અંજુમનો આરોપ છે કે, પયગંબરનું અપમાન થવા પર તમને ગુસ્સો નથી આવતો, તો તમારૂં ઈમાન મરી પરવાર્યું છે. જો તમારૂં ઈમાન (સ્વમાન) જીવિત છે તો રિપોર્ટ કરી મારી સાથે લખો #ArrestNaziaElahiKhan, બધા મિત્રોને વિનંતી છે કે હવે નાઝિયા ખાનની ખબર લેવાનો સમય આવી ગયો છે. મુસલમાનો સામે બોલતા-બોલતા તે હવે પયગંબર વિશે પણ વાહિયાત વાતો કરી રહી છે.

શિવમ દુબેના પત્ની અંજુમ ખાને કરી ભાજપ નેતાની ઝાટકણી, સોશિયલ મીડિયા પોસ્ટ પછી ખળભળાટ 2 - image

આ પણ વાંચો: આસારામને રાજસ્થાન હાઇકોર્ટથી રાહત: સાત દિવસના જામીન મંજૂર, સારવાર માટે બહાર આવશે

સોશિયલ મીડિયા યુઝર્સે તેની પોસ્ટને નાઝિયા વિરુદ્ધ હિંસા ભડકાવનારી ગણાવી હતી, અને તેની આ વાતની નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ થતા અંજુમે તેની પોસ્ટ થોડા કલાકોમાં જ ડિલીટ કરી નાખી હતી.

અંજુમની પોસ્ટ પર નાઝિયાએ વળતો પ્રહાર કર્યો હતો. અને તેણે લખ્યું હતું કે ‘મેડમ, તમે હિન્દુ સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામમાં શરિયા અનુસાર તમે હવે ઇસ્લામનો હિસ્સો નથી. ભારતીય ક્રિકેટર અને સીએસકેના ખેલાડી શિવમ દુબેના પત્ની, તમે મારા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતી ભડકાઉ, ખોટી, અને બનાવટી પોસ્ટ કરી રહ્યાં છો. જય શાહ તમે આ ખેલાડી પર નજર રાખો કારણ કે આ બનાવટી વાર્તા તેલંગાણાથી રાહુલ ગાંધીના ઈશારે ફેલાવવામાં આવી રહી છે. આ મહિલા કોંગ્રેસ સાથે જોડાયેલી હોઈ શકે છે.’ 

શિવમ દુબેના પત્ની અંજુમ ખાને કરી ભાજપ નેતાની ઝાટકણી, સોશિયલ મીડિયા પોસ્ટ પછી ખળભળાટ 3 - image


Google NewsGoogle News