Get The App

પંત અને સૂર્યકુમાર માટે ખતરો બન્યો CSKનો આ ખેલાડી! સેહવાગ અને યુવરાજે કહ્યું- ટીમ ઈન્ડિયામાં કરો સામેલ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
પંત અને સૂર્યકુમાર માટે ખતરો બન્યો CSKનો આ ખેલાડી! સેહવાગ અને યુવરાજે કહ્યું- ટીમ ઈન્ડિયામાં કરો સામેલ 1 - image


Image Source: Twitter

Virender Sehwag on Shivam dube-Rishabh Pant- Suryakumar Yadav: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવા માટે દમદાર નજર આવી રહ્યા છે. 

પંત અને સૂર્યકુમાર માટે ખતરો બન્યો CSKનો આ ખેલાડી શિવમ દુબે

પોતાના જમાનાના શાનદાર ઓપનર રહેલા વીરેન્દ્ર સેહવાગે પણ IPLથી વર્લ્ડ કપમાં જનારા કેટલાક ખેલાડીઓ અંગે વાત કરી છે. સેહવાગે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવને શિવમ દુબેથી મોટી ટક્કર મળી શકે છે. શિવમ દુબે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.

IPL 2024ની ફાઈનલ 26મી મેના રોજ યોજાશે અને ત્યારબાદ 1લી જૂનથી વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પણ પસંદગી થવાની છે. આ લિસ્ટમાં ઋષભ પંતથી લઈને સૂર્યકુમાર યાદવ જેવા મોટા-મોટા ખેલાડીઓના નામ પણ સંભવિત રીતે સામેલ છે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે.

સેહવાગે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધૂમ મચાવનાર શિવમ દુબે T20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવને ટક્કર આપી રહ્યો છે.

દુબેએ ઘણા ખેલાડીઓ પર પ્રેશર બનાવી દીધુ 

સેહવાગે આગળ કહ્યું કે, શિવમ દુબે જે રીતે IPLમાં રમી રહ્યો છે. મારા મતે ટી20 વર્લ્ડ કપમાં તેની ટિકિટ કન્ફર્મ થવી જોઈએ. દુબેએ હવે ઘણા ખેલાડીઓ પર પ્રેશર બનાવી દીધુ છે, પછી ભલે તે રેસમાં શ્રેયસ અય્યર હોય, કેએલ રાહુલ હોય, સૂર્યકુમાર યાદવ હોય કે પછી ઋષભ પંત જ કેમ ન હોય? બાકીના ખેલાડીઓ જો ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવા માગતા હોય તો તેમણે સતત સારું પ્રદર્શન કરવું પડશે. મારા મતે આ જ આગળ જવાનો એક રસ્તો હોવો જોઈએ.

સિક્સર કિંગ યુવરાજ સિંહે પણ કર્યો હતો દૂબેનો સપોર્ટ

બીજી તરફ સેહવાગે વધુમાં સેલેક્ટર્સને વિનંતી કરી છે કે તે જ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા જેમનું ફોર્મ શાનદાર હોય. જ્યારે ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સિક્સર કિંગ યુવરાજ સિંહે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, શિવમ દુબેને મેદાનની બહાર સરળતાથી બોલને ફટકારતા જોવાની મજા આવી રહી છે. તે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં હોવો જોઈએ, દુબેમાં ગેમ ચેન્જરની શક્તિ છે. T20 વર્લ્ડ કપ માટે 1 મે સુધીનો સમય છે, તે પહેલા ભારતે પોતાની ટીમનું એલાન કરવાનું છે.



Google NewsGoogle News