Get The App

સંન્યાસ બાદ શિખર ધવને કહ્યું, 'ખરાબ સમયમાં ધોનીએ આપ્યો સાથ, રોહિત-વિરાટથી મળી આ શીખ'

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Shikhar Dhawan


Shikhar Dhawan International Cricket Retirement : ટીમ ઈન્ડિયમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂર્નામેન્ટમાં માસ્ટર રહેલા શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેને પોતાના કરિયરમાં ઘણાં ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. ધવને રિટાયરમેન્ટ વખતે તેના ખરાબ સમયે સ્ટાર બનાવનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટનને યાદ કર્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ  ઈન્ડિયાના શ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક છે, પરંતુ ધવને તેની ઉભરતી કારકિર્દીમાં ધોનીની મોટી ભૂમિકા હોવાથી તેનો આભાર માન્યો હતો.

રિટાયરમેન્ટ વખતે ધોનીનો આભાર માન્યો

છેલ્લા બે વર્ષથી શિખર ધવન ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, ત્યારે તેની વાપસીને લઈને બીસીસીઆઈ પર અનેક સવાલો ઊભા થયા છે. મિસ્ટર ICCને એશિયા કપ, વર્લ્ડ કપની વાત તો છોડો એશિયન ગેમ્સમાં પણ તક આપવામાં આવી ન હતી. જેને લઈને બીસીસીઆઈને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તેને લઈને ધવને કોઈ ફરિયાદ ન કરીને અંતે ખુશી-ખુશી ઈન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધવનના શાનદાર કરિયરમાં ધોનીની અહમ ભૂમિકા રહી છે, ત્યારે રિટાયરમેન્ટ વખતે ધોનીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : બુમરાહને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન બનાવી શકાય! પૂર્વ ભારતીય ક્રિકેટરે કેમ આવું કહ્યું?

હું આપણા કેપ્ટન ધોનીભાઈનો આભારી છું

ધવને કહ્યું કે, '2015ના વર્લ્ડ કપ પહેલા જ્યારે હું ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે માહી ભાઈએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. હું આપણા કેપ્ટન ધોનીભાઈનો આભારી છું. તેમણે મેદાનમાં શાંત રહેવા શીખડાવ્યું છે. રોહિત પાસેથી હું ટીમને એક કરવાનું શીખ્યો અને વિરાટ પાસેથી હું શિસ્ત શીખ્યો છું.'

આ પણ વાંચો : રોહિત-ધોનીના બેટ કરતાં વિરાટ કોહલીની ટી-શર્ટના વધારે પૈસા ઉપજ્યા, ચેરિટી માટે હરાજી કરાઈ

રિટાયરમેન્ટ વખતે ધવને સૌથી યાદગાર ઇનિંગ્સનો ઉલ્લેખ કર્યો

રિટાયરમેન્ટ પર ધવને તેની સૌથી યાદગાર ઇનિંગ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, '2013માં મારી ટેસ્ટ ડેબ્યૂ વખતે મે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા. જ્યારે મેં 85 બોલમાં સદી ફટકારી ત્યારે મને ખ્યાલ નહોતો કે, મે ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આમ હું ખુશ હતો કે ભારતીય ટીમમાં મારું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. આ પછી 2019 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં રમાયેલી ઈનિંગ પણ સૌથી યાદગાર છે. બીજું એ કે, પેટ કમિન્સનો બોલ મારા હાથમાં વાગ્યો અને આંગળી તૂટી ગઈ, ત્યારે હું 25 રન પર રમી રહ્યો હતો અને પછી મે પેઈન કિલર ગોળી લઈને બેટિંગ ચાલુ રાખી હતી. જેમાં મે 10 બોલમાં 117 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.'

સંન્યાસ બાદ શિખર ધવને કહ્યું, 'ખરાબ સમયમાં ધોનીએ આપ્યો સાથ, રોહિત-વિરાટથી મળી આ શીખ' 2 - image


Google NewsGoogle News