Get The App

નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ NPLમાં મચાવ્યું તોફાન, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ NPLમાં મચાવ્યું તોફાન, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ 1 - image
IMAGE : Nepal Premier League 'X'

Shikhar Dhawan In Nepal Premier League : 'ગબ્બર' તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓપનિંગ બેટર શિખર ધવન આ દિવસોમાં નેપાળ પ્રીમિયર લીગ(NPL)માં રમી રહ્યો છે. શિખર ધવન NPLમાં કરનાલી યૈક્સ ટીમનો ભાગ છે. NPLની પહેલી મેચમાં ધવન માત્ર 14 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પરંતુ બીજી મેચમાં તેણે પોતાની ગબ્બર સ્ટાઈલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. 

શાનદાર ઇનિંગ રમી શિખરે

કાઠમંડુ ગુરખાજ સામે રમાયેલી મેચમાં શિખરે ઘણાં છગ્ગા અને ચોગ્ગા ફટકારીને 72 રનની અણનમ ઈનિંગ રમી હતી. જોકે તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો. શિખર આખી મેચમાં સૌથી વધુ રન કરનારો ખલાડી હતો. તેણે આ રન 51 બોલમાં 141.17ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. અને આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

શિખરની ક્રિકેટ કારકિર્દી

NPL પહેલા શિખર ધવન થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો. NPLમાં ભાગ લેતા પહેલા ધવને આ વર્ષે 9 એપ્રિલે પંજાબ કિંગ્સ માટે છેલ્લી મેચ રમી હતી. શિખર ધવન IPL 2024માં માત્ર પાંચ મેચ જ રમી શક્યો હતો. અને તે પછી તેણે ઈજાના કારણે બહાર બેસવું પડ્યું હતું. 24 ઓગસ્ટ 2024ના રોજ શિખરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શિખર ધવને ભારત માટે કુલ 34 ટેસ્ટ, 167 વનડે અને 68 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધવને ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 2315, 6793 અને 1759 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન

IPLમાં રેકોર્ડ બનાવી ચૂક્યો છે શિખર

શિખર ધવનના ખાતામાં સાત ટેસ્ટ અને 17 વનડે સદી પણ સામેલ છે. શિખર અને રોહિતે સાથે મળીને ઘણી મેચોમાં ભારતીય ટીમ માટે ઇનિંગની શરૂઆત કરી છે. આ સિવાય શિખર ધવને IPLમાં બે સદી ફટકારી હતી. તે IPLમાં સતત બે સદી ફટકારનાર પહેલો બેટર પણ બન્યો હતો. શિખર ધવન IPLમાં પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ પણ શિખર ધવનના નામે નોંધાયેલો છે. 

નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ NPLમાં મચાવ્યું તોફાન, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ 2 - image


Google NewsGoogle News