Get The App

‘હું મિતાલી રાજ સાથે લગ્ન કરી રહ્યો છું...’ શિખર ધવને અફવા પર કર્યો ખુલાસો

Updated: May 24th, 2024

GS TEAM


Google News
Google News
‘હું મિતાલી રાજ સાથે લગ્ન કરી રહ્યો છું...’ શિખર ધવને અફવા પર કર્યો ખુલાસો 1 - image


Shikhar Dhawan-Mithali Raj Marriage Rumour : ભારતીય ક્રિકેટરના વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવને મહિલા ક્રિકેટ ટીમની ધુરંધર બેટ્સમેન મિતાલી રાજ સાથે લગ્ન કરવાની અફવા પર ખુલાસો કર્યો છે. આ ઉપરાંત તેણે અકસ્માત બાદ ક્રિકેટમાં દમદાર બેટિંગ કરનાર રિષભ પંત અંગે પણ નિવેદન આપ્યું છે.

મને પંત પર ગર્વ છે : શિખર ધવન

ધવને એક શોમાં ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, દિગ્ગજ મિતાલી રાજ સાથે મારા લગ્ન થવાની અફવાઓ ઉડી હતી. તેણે કાર અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા બાદ ક્રિકેટમાં દમદાર બેટિંગ કરનારા ક્રિકેટર રિષભ પંત અંગે કહ્યું કે, મને પંત પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે, મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટરોમાંથી એક છે. મહિલા વન-ડેમાં સૌથી વધુ રન બનાવવાને રેકોર્ડ મિતાલીના નામે છે. મિતાલીએ છેલ્લે વર્ષ 2022માં વર્લ્ડ કપની મેચમાં ક્રાઈસ્ટચર્ચમાં યોજાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતની જર્સી પહેરી હતી.

ધવને મિતાલી સાથે લગ્નનો ખુલાસો કર્યો

મિતાલી રાજ હાલ મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સની મેન્ટર છે. બીજીતરફ ધવલ આઈપીએલ-2024માં પંજાબ કિંગ્સ (PBKS)નો ખેલાડી છે. ધવને એક ઈન્ટરવ્યૂમાં મિતાલી સાથે પોતાના લગ્નની ઉડેલી અફવાઓ અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, ‘મેં સાંભળ્યું કે, મારા લગ્ન મિતાલી રાજ સાથે થવાના છે.’ આ વાત પર બંને હસવા લાગ્યા હતા. મિતાલી રાજ ધવનના શોમાં ગેસ્ટ બનીને આવી હતી. આ દરમિયાન ધવને મિતાલીને ક્રિકેટ અને તેમના જીવન અંગે ઘણા પ્રશ્નો કર્યા હતા.

ધવને પંતના કર્યા વખાણ

ધવને રિષભ પંત (Rishabh Pant)ના વખાણ કરી કહ્યું કે, ‘કાર અકસ્માત (Car Accident)માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં રિષભ પંતે જે રીતે વાપસી કરી છે, તેની હું પ્રશંસા કરું છું. પંત જે રીતે ક્રિકેટમાં પરત ફર્યો, આઈપીએલ-2024 (IPL-2024)માં દમદાર રમ્યો અને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું, તે અવિશ્વસનીય અને આશ્ચર્યજનક છે અને મને તેમના પર ગર્વ છે.’

Tags :