Get The App

આ ક્રિકેટર્સની ભારતીય ટીમમાં વાપસીની શક્યતા નહીંવત, માત્ર હવે IPLમાં જ દેખાય છે

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે

પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
આ ક્રિકેટર્સની ભારતીય ટીમમાં વાપસીની શક્યતા નહીંવત, માત્ર હવે IPLમાં જ દેખાય છે 1 - image
Image:File Photo

IPL 2024 : ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આ રમત એટલી પ્રસિદ્ધ છે કે નાના બાળકને પણ તેના પિતા તેના બાળપણમાં ક્રિકેટ બેટ આપી દે છે. શેરીઓમાં અને મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતા મોટા થતા બાળકનું પણ ભારતીય ટીમ માટે રમવાનું સપનું હોય છે. પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા કરતાં તેમાં સ્થાન જાળવી રાખવું વધુ મુશ્કેલ છે. અહીં ભારતીય ટીમના એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેઓ એક સમયે ટીમના સ્ટાર ખેલાડી હતા, પરંતુ વધતી ઉંમર, ખરાબ ફોર્મ અને અન્ય કારણોસર આજે ટીમની બહાર છે.

શિખર ધવન

ડિસેમ્બર 2022માં પોતાની છેલ્લી ODI મેચ રમનાર શિખર ધવન લગભગ દોઢ વર્ષથી ભારતીય ટીમની બહાર છે. હાલના સંજોગો જોતા એવું લાગતું નથી કે તે ફરીથી ભારતીય ટીમમાં જોવા મળશે. ધવને પણ સ્વીકાર્યું છે કે તેનો સમય પસાર થઈ ગયો છે. IPLમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરી ચૂકેલા શિખર ધવનનું હવે એક જ સપનું હશે કે તે પોતાની ટીમને ટુર્નામેન્ટનું પહેલું ટાઇટલ અપાવે.

ઇશાંત શર્મા

ઇશાંત શર્માએ વર્ષ 2007માં પોતાના કરિયરની શરૂઆત કરી અને ભારત માટે ઘણી મેચો જીતી હતી. તેની વધારે ઉંચાઈના કારણે તેને સારો બાઉન્સ મળતો હતો જે વિદેશ પ્રવાસમાં અસરકારક સાબિત થયો હતો. ઉંમર સાથે સ્પીડ ચોક્કસપણે ઘટતી ગઈ, પરંતુ પછી ઈશાંત ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે મહત્વનો ખેલાડી બની ગયો. ટેસ્ટમાં તેના નામે 311 વિકેટ છે. ઈશાંતે વર્ષ 2021 પછી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. બુમરાહ, શમી, સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ જેવા યુવા ફાસ્ટ બોલરોના કારણે હવે તેના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. ઈશાંત IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે એક સમય ભારતીય બેટિંગ ઓર્ડરનો જીવ માનવામાં આવતો હતો. પોતાની આક્રમક બેટિંગથી તેણે ભારતને ઘણી મેચો જીતાવી, પરંતુ વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશિપમાં રહાણેને માત્ર ટેસ્ટ ક્રિકેટ સુધી સીમિત કરી દીધો. T20 અને ODI ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. હવે રહાણે ખરાબ ફોર્મના કારણે ટેસ્ટ ટીમમાંથી પણ બહાર છે. તેના વર્તમાન ફોર્મને જોતા તે મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન મેળવવાને લાયક જણાતો નથી. રહાણે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે.

ઉમેશ યાદવ

IPL 2024ના ઓક્શન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને રિલીઝ કર્યો હતો. પરંતુ ઉમેશ યાદવનું નસીબ એવું ચમક્યું કે ગુજરાત ટાઇટન્સે તેને 5.8 કરોડમાં સાઇન કર્યો. ઉમેશ યાદવ અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે, તેણે પોતાની હોમ ટીમ વિદર્ભને રણજી ટ્રોફીમાં સેમિફાઇનલમાં લઈ જવામાં જબરદસ્ત ભૂમિકા ભજવી છે. ઉમેશ યાદવે 6 મેચમાં 24 વિકેટ લીધી છે.

આ ક્રિકેટર્સની ભારતીય ટીમમાં વાપસીની શક્યતા નહીંવત, માત્ર હવે IPLમાં જ દેખાય છે 2 - image


Google NewsGoogle News