Get The App

ભારતીય ટીમના સ્ટાર ઓપનરે પત્નીથી લીધા છૂટાછેડા, કોર્ટે બાળકની કસ્ટડીને લઈને આપ્યો આ આદેશ

લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહેવા બાદ ધવન અને આયશાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ભારતીય ટીમના સ્ટાર ઓપનરે પત્નીથી લીધા છૂટાછેડા, કોર્ટે બાળકની કસ્ટડીને લઈને આપ્યો આ આદેશ 1 - image
Image:Instagram

Shikhar Dhawan Divorce : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી(Shikhar Dhawan Divorce With Wife Aesha Mukherjee)થી લગ્નના 11 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા છે. દિલ્હીના પટિયાલા હાઉસની એક ફેમિલી કોર્ટે તેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે જે મુખ્ય આધારો પર આ નિર્ણય આપ્યો હતો તેમાં કોર્ટે સ્વીકાર્યું હતું કે પત્ની આયેશાએ ધવનને તેના પુત્રથી વર્ષો સુધી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી. ધવને તેની અરજીમાં કહ્યું હતું કે તેની પત્ની આયશા તેને માનસિક ત્રાસ આપે છે. કોર્ટે આ આરોપોને સાચા માન્યા હતા.

ધવનને જવાબદાર પિતા તરીકે પુત્ર સાથે સમય વિતાવવાનો અધિકાર - કોર્ટ

કોર્ટે ધવન અને આયશાના પુત્ર ઝોરાવરની કસ્ટડીને લઈને હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. જો કે કોર્ટે ધવનને પુત્રને મળવા અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરવાનો અધિકાર આપ્યો છે. આ સાથે કોર્ટે આયશાને આદેશ આપ્યો છે કે ઝોરાવરને તેની શાળાની ઓછામાં ઓછી અડધી રજાઓ ધવન અને તેના પરિવારના સભ્યો સાથે વિતાવવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે ધવન એક નાગરિક અને જવાબદાર પિતા તરીકે પોતાના પુત્રને મળવા અને તેની સાથે સમય વ્યતીત કરવાનો અધિકાર ધરાવે છે.

વર્ષ 2012માં કર્યા હતા લગ્ન

શિખર ધવને પહેલીવાર આયશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં જોઈ હતી. આયશાની ફોટો જોતા જ શિખરને તેનાથી પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ ધવને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તે પછી બંને રિલેશનશીપમાં આવી ગયા હતા. શિખર આયશાથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહેવા બાદ બંને લોકોએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ આયશા મુખર્જીના બીજા લગ્ન હતા.   

ભારતીય ટીમના સ્ટાર ઓપનરે પત્નીથી લીધા છૂટાછેડા, કોર્ટે બાળકની કસ્ટડીને લઈને આપ્યો આ આદેશ 2 - image

 


Google NewsGoogle News