Get The App

શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ: ડબલ સેન્ચુરી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
India's Shafali Verma plays test cricket match between India and England
Image: IANS
Shafali Verma Test World Record: દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ભારતીય મહિલા ટીમે એકમાત્ર ટેસ્ટમાં પણ પોતાનો પરચમ લહેરાવતા પહેલા જ દિવસે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી આફ્રિકન બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. શફાલી વર્મા મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી એકમાત્ર બેટર બની ગઈ છે. શેફાલીએ 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી.


શેફાલી અને મંધાના વચ્ચે 292 રનની ભાગીદારી

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ પણ ભારતની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી અને 149 રન બનાવવામાં સફળ રહી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે કુલ 292 રનની ભાગીદારી થઈ હતી. મંધાના અને શેફાલી વચ્ચે 292 રનની ભાગીદારીનો મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પણ બન્યો હતો.

આ પણ વાચો: સ્મૃતિ મંધાનાની દ. આફ્રિકા સામે તોફાની ઇનિંગ, સતત બીજી સદી ફટકારી, આ રેકોર્ડ પણ તોડ્યો


મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી કરનાર બેટર

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા - 292 રન

કિરણ બલોચ અને સાજીદા શાહ - 241 રન

કેરોલિન એટકિન્સ અને એરેન બ્રિન્ડલ - 200 રન


Google NewsGoogle News