શાર્દુલની રણજી સદી પર પત્ની થઈ ખુશખુશાલ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Mittali Parulkar praised Shardul Thakur : જમ્મુ કાશ્મીર અને મુંબઈ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાર્દુલે મુંબઈ સામે પહેલી ઇનિંગમાં 57 બોલમાં 51 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. પછી શાર્દુલે મુંબઈ સામેની ત્રીજી ઇનિંગમાં 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 135 બોલનો સામનો કર્યો અને 18 ચોગ્ગા ફટકાર્યા હતા.
પત્નીએ કરી શાર્દુલની પ્રશંસા
શાર્દુલ ઠાકુરના ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ બીજી સદી હતી. અગાઉ તેણે ગત સિઝનમાં તમિલનાડુ સામે સેમિ ફાઈનલમાં 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શાર્દુલે ફટકારેલી આ સદી બાદ તેની પત્ની મિતાલી પારુલકરે ખાસ પોસ્ટ શેર કરી છે. મિતાલીએ લખ્યું હતું કે, 'હું આનાથી વધુ પ્રાઉડ નથી અનુભવી શકતી. આ 100 છે.' શાર્દુલ અને મિતાલીએ નવેમ્બર 2021માં સગાઇ કરી હતી. અને પછી ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. કપલે લાંભા સમય સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કરવાનું વિચાર્યું હતું. મિતાલી એક બિઝનેસવુમન છે અને તે સ્ટાર્ટઅપની કંપની ચલાવે છે.
ઘણાં સમયથી ભારતીય ટીમથી બહાર શાર્દુલ
લોર્ડ શાર્દુલ ઘણાં સમયથી ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડીસેમ્બર 2023માં રમી હતી. શાર્દુલે ભારત માટે 11 ટેસ્ટ, 47 વનડે અને 25 T20 મેચો રમી હતી. આ દરમિયાન તેણે 129 વિકેટ ઝડપી હતી અને 729 રણ બનાવ્યા હતા.