ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, હવે આ સ્ટાર ખેલાડીને થઈ ઈજા, મેચ નહીં રમી શકે

ટીમમાં પસંદગી માટે હવે શ્રેયસ અય્યર પણ ઉપલબ્ધ નથી

ટર્નિંગ પિચ હોવાના કારણે ટીમના પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, હવે આ સ્ટાર ખેલાડીને થઈ ઈજા, મેચ નહીં રમી શકે 1 - image
Image:File Photo

Shardul Thakur Asks Rest From RanjiTrophy : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના ઘુટણની ઈજા ફરી સામે આવી છે. જેના કારણે તેણે BCCIને બે અઠવાડિયા માટે આરામની માંગ કરી છે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન શાર્દુલના ઘૂંટણમાં ઈજા થઇ હતી. તે સમયે કહેવામાં આવ્યું હતું કે ઈજા વધારે ગંભીર નથી અને તે રણજી ટ્રોફીમાં મુંબઈ અને કેરળની મેચમાં મેદાન પર વાપસી કરી શકે છે. પરંતુ હવે તે આ મેચમાં રમી શકશે નહીં.

શ્રેયસ અય્યર પણ પસંદગી માટે ઉપલબ્ધ નથી

જણાવી દઈએ કે ટીમમાં પસંદગી માટે હવે શ્રેયસ અય્યર પણ ઉપલબ્ધ નથી, કારણ કે તે ઇંગ્લેન્ડ સામે આગામી 5 મેચની ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યો છે. હવે શિવમ દુબેને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમ અફઘાનિસ્તાન સામે રમાનાર અંતિમ T20I બાદ મુંબઈની ટીમમાં જોડાશે.

પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો

ટર્નિંગ પિચને જોતા મુંબઈ ટીમના પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. હિમાંશુ ઓફ સ્પિનર બોલર છે, જે 16 સભ્યોની ટીમનો ભાગ છે. હિમાંશુ સિંહ પ્રથમવાર રણજી ટ્રોફી રમતા દેખાશે. તેણે લોકલ ક્રિકેટ અને સીકે નાયડૂ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેથી તેણે મોકો આપવામાં આવ્યો છે.

મુંબઈની 16 સભ્યોની ટીમ

અજિંક્ય રહાણે (C), ભૂપેન લાલવાણી, જય બિસ્તા, અમોઘ ભટકલ, શિવમ દુબે, પ્રસાદ પવાર (wkt), હાર્દિક તામોરે (wkt), સુવેદ પારકર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ, અથર્વ અંકોલેકર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, હિમાંશુ સિંહ

ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, હવે આ સ્ટાર ખેલાડીને થઈ ઈજા, મેચ નહીં રમી શકે 2 - image


Google NewsGoogle News