Get The App

'બુમરાહને સાચવજો, નહીં તો ટીમ ઈન્ડિયાને થશે મોટું નુકસાન,' ન્યૂઝીલેન્ડના કોચે ગંભીર- શર્માને આપી સલાહ

Updated: Mar 31st, 2025


Google News
Google News
'બુમરાહને સાચવજો, નહીં તો ટીમ ઈન્ડિયાને થશે મોટું નુકસાન,' ન્યૂઝીલેન્ડના કોચે ગંભીર- શર્માને આપી સલાહ 1 - image


India May Lose Bumrah: ક્રિકેટના રસિકો અને ચાહકો ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની મેદાન પર કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમ્યા બાદ બુમરાહની મહત્ત્વની મેચમાં પીચ પર ગેરહાજરી માટે ઓસ્ટ્રેલિયાના કોચ શેન બોન્ડે ટીમ ઈન્ડિયાના વર્કલોડને જવાબદાર ઠેરવ્યું છે. તેની પાસે જોખમી બોલિંગ કરાવવાથી વર્કલોડના કારણે ટીમ ઈન્ડિયા બુમરાહનો અત્યંત મહત્ત્વની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં લાભ ઉઠાવવાથી વંચિત રહી હોવાનો દાવો કર્યો છે. તેમજ તેના પર વર્કલોડ ન થોપવા પણ સલાહ આપી છે.

લોકોને અપેક્ષા હતી કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પીચ પર પરત ફરશે, પરંતુ તે આવ્યો નહીં. બાદમાં આઈપીએલ 2025માં કમબેક કરશે તેવા અહેવાલો વહેતાં થયાં, પરંતુ તેની કોઈ ચોક્કસ તારીખ જાણવા મળી નથી. હાલમાં જ બુમરાહ પોતાની કમરના ભાગમાં ઈજાની સારવાર લઈ ફરી પાછો નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનો નેટ પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થવાની વચ્ચે શેન બોન્ડે આ સલાહ આપી છે.

વર્કલોડના કારણે બુમરાહ પીચ પરથી બહાર

ઓસ્ટ્રેલિયાના કોચ શેન બોન્ડ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેની 2023માં સર્જરી થઈ હતી. બાદમાં તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમ્યો અને સારૂ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેની પાસે એક મહિનામાં અનેક વખત બોલિંગ કરાવવામાં આવી. તેને ફ્રેક્ચર થયુ ન હતું. તેને ફ્રેક્ચરની બોર્ડરલાઈન જેટલી જ ઈજા થઈ હતી. આ ઈજા વર્કલોડ મેનેજ ન થવાના કારણે થઈ હતી. તેની પાસે એક મહિનામાં જ અનેક વખત જોખમી બોલિંગ કરાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં તેને એકપણ બ્રેક આપ્યા વિના પાંચ ટેસ્ટ રમાડવામાં આવી. જેની કિંમત ટીમ ઈન્ડિયા ભોગવી છે.

આ પણ વાંચોઃ રોહિત શર્મા પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, IPLમાં આવું કોઈ નથી કરી શક્યું

બુમરાહને સાચવજો- ગંભીરને આપી સલાહ

શેન બોન્ડે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્માને સલાહ આપતાં કહ્યું હતું કે, 'બુમરાહ સાથે ઓસ્ટ્રેલિયાવાળી ન કરતાં. ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં તેના પર વર્કલોડ થોપી ન દેતાં. આ વર્કલોડના કારણે તમે બુમરાહને ગુમાવશો, તેની કારકિર્દી ખતમ થઈ જશે.'

જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ ખેલાડી

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટર જસપ્રીત બુમરાહ એક શ્રેષ્ઠ ખેલાડી છે. તે દરેક ટી20, વનડે તથા ટેસ્ટ ફોર્મેટમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે. જો તેને સાચવજો નહીં તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થશે. ટી20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપમાં જીત માટે મુશ્કેલી પડશે. આઈપીએલમાં પણ તેની ઘટ વર્તાઈ રહી છે.

'બુમરાહને સાચવજો, નહીં તો ટીમ ઈન્ડિયાને થશે મોટું નુકસાન,' ન્યૂઝીલેન્ડના કોચે ગંભીર- શર્માને આપી સલાહ 2 - image

Tags :