IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ પદેથી શેન બોન્ડનું રાજીનામું, હવે આ ખેલાડી સંભાળશે જવાબદારી

શેન બોન્ડે મુંબઈ ઇન્ડિયન્સને 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીતવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ પદેથી શેન બોન્ડનું રાજીનામું, હવે આ ખેલાડી સંભાળશે જવાબદારી 1 - image
Image:Social Media

IPL 2024 : છેલ્લા નવ વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ રહેલા ન્યૂઝીલેન્ડ(Shane Bond Resigned As Bowling Coach Of Mumbai Indians)ના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શેન બોન્ડે હવે આ ટીમને અલવિદા કહી દીધું છે. બોન્ડ વર્ષ 2015માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો હતો અને તેના બોલિંગ કોચ રહેતા ટીમ ચાર વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ અમીરાતના મુખ્ય કોચ પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.

બોન્ડે અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો

શેન બોન્ડે ટીમ દ્વારા જારી એક નિવેદનમાં કહ્યું, 'હું છેલ્લા નવ સત્રમાં મુંબઈ ઇન્ડિયન્સ પરિવારનો ભાગ બનવા માટે અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કરું છું. આ એક શાનદાર અનુભવ રહ્યો અને મેદાનની અંદર અને બહાર ખુબ જ સારી યાદો રહીં. આટલા મોટા લોકો, ખેલાડીઓ અને સ્ટાફ સાથે કામ કરવાની તક મળવી મારા માટે સૌભાગ્યઈ વાત રહી છે. હું આ તમામ લોકોને મિસ કરીશ. ભવિષ્ય માટે સૌને શુભકામના.

મુંબઈ ઇન્ડિયન્સએ મલિંગાને બોલિંગ કોચ બનાવ્યો

શેન બોન્ડે મુંબઈ ઇન્ડિયન્સને 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીતવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈ ઇન્ડિયન્સએ આ વર્ષે શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને બોલિંગ કોચ બનાવ્યો છે. તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી પણ ચુક્યો છે. ન્યુઝીલેન્ડ માટે 18 ટેસ્ટ, 82 વનડે અને 20 T20I રમી ચુકેલા શેન બોન્ડે મુંબઈ ઇન્ડિયન્સના યુવા બોલરોને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ પદેથી શેન બોન્ડનું રાજીનામું, હવે આ ખેલાડી સંભાળશે જવાબદારી 2 - image


Google NewsGoogle News