Get The App

ઘવાયેલો સિંહ સાજો થઈ ગયો! રણજી મેચમાં વાપસી કરતાં જ મોહમ્મદ શમીએ બોલાવ્યો સપાટો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Mohammed Shami


Mohammed Shami Comeback: મોહમ્મદ શમીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાનો મજબૂત દાવો કર્યો છે. રણજી ટ્રોફી 2024-25માં બંગાળ તરફથી રમતા તેણે મધ્યપ્રદેશ સામે ચાર વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ શમીએ બોલાવ્યો સપાટો

મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી 2024-25માં બંગાળ તરફથી રમતા તેણે મધ્યપ્રદેશ સામે ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ 19 ઓવર નાખી અને 54 રન આપીને આ વિકેટ લીધી હતી. તેણે શુભમ શર્મા (8), સારાંશ જૈન (7), કુમાર કાર્તિકેય સિંહ (9) અને કુલવંત ખેજડોલિયા (0)ની વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ દ્વારા બંગાળની ટીમ પ્રથમ દાવમાં સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. બંગાળની ટીમે 228 રન બનાવ્યા હતા જ્યારે મધ્યપ્રદેશની ટીમ માત્ર 167 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: મિલર ફરી T20 વર્લ્ડ કપ જેવી ઘટનાનો શિકાર થયો, આ વખતે સૂર્યા નહીં પણ ગુજ્જુ ખેલાડીએ કર્યો અદભૂત કેચ

એકવર્ષ બાદ શમીની કમબેક 

શમી છેલ્લીવાર વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. આ પછી પગમાં ઈજા અને સર્જરીના કારણે તે રમતથી દૂર હતો. હવે લગભગ એક વર્ષ પછી રણજી ટ્રોફીના પાંચમા રાઉન્ડમાંથી પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે BCCI દ્વારા પસંદ કરાયેલી ભારતીય ટીમમાં શમીનું નામ સામેલ નહોતું. હવે તેણે આ મેચ ફિટનેસ સાબિત કરી છે. આવી સ્થિતિમાં તે હવે સિરીઝની વચ્ચેથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. હવે તેને બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરવાની તક મળશે. જો તે ત્યાં પણ કોઈ સમસ્યા વિના બોલિંગ કરી શકે છે તો શમી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે.

ઘવાયેલો સિંહ સાજો થઈ ગયો! રણજી મેચમાં વાપસી કરતાં જ મોહમ્મદ શમીએ બોલાવ્યો સપાટો 2 - image


Google NewsGoogle News