Get The App

World Cup 2023 : 'ખેલ ભાવના જોઈએ છે, તો ICCને કહો નિયમો બદલે', બાંગ્લાદેશી કેપ્ટનનો પલટવાર

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં શાકિબે મૈથ્યુઝને ટાઈમ આઉટ કર્યો હતો

બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : 'ખેલ ભાવના જોઈએ છે, તો ICCને કહો નિયમો બદલે', બાંગ્લાદેશી કેપ્ટનનો પલટવાર 1 - image
Image:IANS

World Cup 2023 BAN vs SL : બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 38મી મેચમાં શાકિબે મૈથ્યુઝને ટાઈમ આઉટ કર્યો હતો. આ ઘટના પછી જ શાકિબ અને ક્રિકેટના આ નિયમની ખૂબ ચર્ચા થવા લાગી હતી. બાંગ્લાદેશે આ મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. મેચ બાદ એન્જેલો મૈથ્યુઝ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર ખુબ ગુસ્સે થયો હતો. તેણે શાકિબ અને બાંગ્લાદેશના કૃત્યને શરમજનક ગણાવ્યો હતો. મેચ બાદ પ્રેસ કોન્ફ્રેંસ(Shakib Al Hasan's Statement On Angelo Mathews Timed Out)માં શાકિબને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. શાકિબે કહ્યું કે તેને તેના નિર્ણય પર કોઈ પસ્તાવો નથી કારણ કે તે નિયમો મુજબ હતો.

ICCએ આવા નિયમો બદલી જેવા જોઈએ - શાકિબ અલ હસન

શાકિબે કહ્યું હતું કે, 'જ્યારે રમત રોકાઈ હતી ત્યારે એક ફિલ્ડર મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે અમ્પાયરને અપીલ કરવી જોઈએ કારણ કે ઘણો સમય થઈ ગયો છે. અમે તેમ કર્યું અને અમ્પાયરે તેને આઉટ આપ્યો. હું તેને અંડર-19ના સમયથી ઓળખું છું. તે મારી પાસે આવ્યો અને અપીલ પાછી ખેંચી લેવા કહ્યું. મેં તેને કહ્યું કે હું તમારી પરિસ્થિતિ સમજું છું. આ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ નિયમો મુજબ છે.' ખેલ ભાવના સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં શાકિબે કહ્યું હતું કે, 'જો આવું છે તો ICCએ આવા નિયમો બદલી જેવા જોઈએ.'

શાકિબ અને બાંગ્લાદેશનું આ કૃત્ય શરમજનક હતું - એન્જેલો મૈથ્યુઝ

એન્જેલો મૈથ્યુઝે પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું હતું કે, 'શાકિબ અને બાંગ્લાદેશનું આ કૃત્ય શરમજનક હતું. આ રીતે ક્રિકેટ રમવું ખરેખર શરમજનક છે. મને નથી લાગતું કે બાંગ્લાદેશ સિવાય અન્ય કોઈ ટીમે આવું કર્યું હોત. મેં શાકિબને અપીલ પાછી ખેંચી લેવા માટે પણ કહ્યું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.' મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ખેલાડીઓએ એક બીજા સાથે હાથ પણ ન મિલાવ્યા હતા.

World Cup 2023 : 'ખેલ ભાવના જોઈએ છે, તો ICCને કહો નિયમો બદલે', બાંગ્લાદેશી કેપ્ટનનો પલટવાર 2 - image


Google NewsGoogle News