Get The App

ઈન્ટરવ્યૂ તો સારો કરે છે પણ હવે જોઈશું...: ગૌતમ ગંભીરના હેડ કોચ બનવા પર શાહિદ આફ્રિદીનું નિવેદન વાયરલ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Gautam Gambhir And Shahid Afridi



Team India Head Coach: લાંબા સમય સુધી ચર્ચા ચાલ્યા બાદ BCCIએ પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરને (Gautam Gambhir) આખરે ટીમ ઇન્ડિયાનો નવો હેડ કોચ બનાવ્યો છે. ગંભીર પોતાનો નવો કાર્યભાર  શ્રીલંકા વિરૂદ્ધની સીરિઝથી સંભાળશે. ગંભીરના હેડ કોચ બન્યા બાદ હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની (Shahid Afridi) પ્રતિક્રિયા સામે આવી છે. આફ્રિદીએ ગંભીરને કોચ બનાવવાના નિર્ણયને સકારાત્મક ગણાવતા કહ્યું કે, ગંભીર પાસે તેની નવી ભૂમિકામાં છાપ છોડવાની સારી તક છે.


ગંભીર માટે મોટી તકઃ આફ્રિદી

હકિકતમાં, ટી 20 વર્લ્ડકપ 2007 અને 2011ના વન ડે વર્લ્ડકપની ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા ગૌતમ ગંભીર હવે ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચની ભૂમિકામાં જોવા મળશે. ગંભીરને કોચ બનાવવાં અંગે શાહિદ આફ્રિદીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, મારા મતે ગંભીર માટે આ મોટી તક છે. હવે આ તેના પર આધારિત છે કે તે આ તકને કઇ રીતે ઝડપે છે. ઘણીવાર તેના ઇન્ટરવ્યુ સાંભળવા મળે છે. તે ખૂબ જ સકારાત્મક વાતો કરે છે.


ક્રિકેટમાં ભારત માટે ભજવી છે મહત્ત્વની ભૂમિકા

ભારતીય ટીમે ટી 20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011ની ટ્રોફી પોતાના નામ કરી હતી ત્યારે ગંભીર પણ એ ટીમનો ભાગ હતો. તેણે બંને જ ટૂર્નામેન્ટના ફાઇનલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2007ના ટી 20 વર્લ્ડકપના ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન ફટકાર્યા હતા અને 2011ના વન ડે વર્લ્ડકપના ફાઇનલમાં તેણે 122 બોલ પર 97 રન ફટકાર્યા હતા.


Google NewsGoogle News