Get The App

ક્રિકેટ પહેલા સ્પોર્ટસ હતુ, હવે બિઝનેસ બની ગયુ છે: આફ્રિદીનો IPLને ટોણો

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
ક્રિકેટ પહેલા સ્પોર્ટસ હતુ, હવે બિઝનેસ બની ગયુ છે: આફ્રિદીનો IPLને ટોણો 1 - image


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી હાલમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના મેદાનમાં ટી20 વર્લ્ડ કપ 2024ના એમ્બેસેડર તરીકે જોવા મળી રહ્યો છે. 

એક પોડકાસ્ટમાં તેમણે ક્રિકેટ અને ફ્રેંન્ચાઇઝી ક્રિકેટ પર વાત કરી હતી. તેમનું માનવું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ ચલાવતા લોકોની આંખો ખોલી છે. આફ્રિદીએ એમ પણ કહ્યું કે, ક્રિકેટ હવે રમતને બદલે બિઝનેસ બની ગયુ છે.  

'ક્રિકેટ હવે બિઝનેસ બની ગયો છે...'

શાહિદ આફ્રિદીએ કહ્યું કે, "જુઓ હવે પૈસા આવ્યા છે, વસ્તુઓ બદલાઈ ગઈ છે. પહેલા ક્રિકેટ એક રમત હતી, પરંતુ હવે તે એક બિઝનેસ બની ગઈ છે. તે ખૂબ જ કોમર્શિયલ છે, વિશ્વમાં દરેક જગ્યાએ લીગનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટમાં પૈસા છે, સાચું કહું તો, IPL એ તમામ લીગની આંખો ખોલી દીધી છે."

આફ્રિદીએ કહ્યું કે, પહેલા કાઉન્ટી ક્રિકેટમાં પણ પૈસા હતા, પરંતુ તેના માટે ખેલાડીઓને 6 મહિના લાંબી સીઝન રમવી પડતી હતી અને રેડ બોલ ક્રિકેટને પ્રમોટ કરવામાં આવતુ હતુ.

આફ્રિદીના મતે, દરેક લીગમાં પૈસા હોય છે કારણ કે વ્યવસાયિક સ્તરે વસ્તુઓ ઘણી આગળ વધી છે. પૈસા છે અને ખેલાડીઓ ઘણી કમાણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ ખેલાડી તેની નેશનલ ટીમ માટે રમી શકતો નથી, તો તે વિશ્વની વિવિધ લીગમાં રમીને પૈસા કમાઈ શકે છે, જે આફ્રિદીના મતે સારી બાબત છે.

દેશ માટે રમવું એ મોટી વાત 

પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, દેશ માટે રમવું એ એક મોટી ઉપલબ્ધિ સમાન છે. દેશ માટે રમવાનો એક અલગ જ આનંદ છે. આફ્રિદીનું કહેવું છે કે, જે ખેલાડીઓને તેમની નેશનલ ટીમમાં તક નથી મળતી, તેમને લીગમાં તક મળે છે અને તેમાં ઘણા પૈસા પણ છે. સૌથી મહત્વની બાબત પરિવારને સપોર્ટ કરવાની હોય છે.



Google NewsGoogle News