Get The App

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની અમુક મેચ ગુમાવે તેવી શક્યતા

Updated: Jan 12th, 2025


Google News
Google News
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની અમુક મેચ ગુમાવે તેવી શક્યતા 1 - image

 

jasprit bumrah set to miss Champions trophy some Matches | ચાલુ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ચેમ્પિયન બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની કેટલીક મેચ રમી શકશે નહીં. તે ગ્રુપ સ્ટેજની અમુક મેચોમાંથી બહાર થઈ શકે છે. 

શું છે કારણ? 

હાલમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં બોલિંગ કરવા પણ આવ્યો ન હતો. તેણે કમરના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેનું સ્કેન કરાવવામાં આવ્યું. તે હાલમાં રિકવર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેના રિહેબિલિટેશન માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ને રિપોર્ટ કરશે.

ટીમ ઈન્ડિયાના સૂત્રોનો મોટો દાવો 

ટીમ ઈન્ડિયાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે બુમરાહ ઈજાગ્રસ્ત છે અને રિહેબિલિટેશન માટે તે ટૂંક સમયમાં એનસીએને રિપોર્ટ કરશે એટલા માટે આશા છે કે તે જલદી ઠીક થશે.  જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગીનો સવાલ છે તેના વિશે હજુ કંઈ ચોક્કસ ના કહીશકાય. જે તે સમયે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો આ અંગે અંતિમ નિર્ણય લેશે.


Tags :
japrit-BumrahICC-Champions-Trophy

Google News
Google News