Get The App

રણજીમાં સૌરાષ્ટ્રનો સિનિયર ખેલાડી ઝળક્યો, માત્ર 1 રનથી સદી ચૂક્યો: બીજી તરફ રહાણેના 96 રન

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
રણજીમાં સૌરાષ્ટ્રનો સિનિયર ખેલાડી ઝળક્યો, માત્ર 1 રનથી સદી ચૂક્યો: બીજી તરફ રહાણેના 96 રન 1 - image

Pujara and Rahane miss out on century in Ranji Trophy : હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં વિરાટ કોહલી દિલ્હી તરફથી રમી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં હજારોની સંખ્યામાં ચાહકો કોહલીની એક ઝલક મેળવવા આવ્યા હતા. ચાહકો કોહલી-કોહલીના નારા લગાવી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન બે ભારતીય બેટરોનું નસીબ આ મેચમાં ખરાબ રહ્યું હતું અને તેમને નિરાશા હાથ લાગી હતી. તેમણે આઉટ થઈને પવેલિયન પાછું ફરવું પડ્યું હતું. 

રહાણે અને પુજારા બંને પોતાની સદી ચૂકી ગયા

આ બેટરોનું નામ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા છે. જેઓ સદીની નજીક પહોંચી ગયા હતા અને તે પહેલા આઉટ થઈ ગયા હતા. રહાણે અને પુજારા બંને પોતાની સદી ચૂકી ગયા હતા. રહાણે 96 રન અને પુજારા 99 રન પર આઉટ થઈ ગયો હતો.

રહાણેની 177 બોલમાં 96 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ

વર્ષ 2023થી બંને ખેલાડીઓ ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યા છે. પરંતુ ઘરેલું ક્રિકેટમાં બંને ખેલાડી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રહાણેની કૅપ્ટનશીપ હેઠળ સાતમા રાઉન્ડમાં મુંબઈ મેઘાલય સામે મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. જયારે પુજારા સૌરાષ્ટ્ર તરફથી આસામ સામે રમવા ઉતર્યો હતો. રહાણેએ 177 બોલમાં 96 રન બનાવ્યા હતા. તે સદીથી ખૂબ નજીક હતો ત્યારે મોહમ્મદ નસીફે તેને આઉટ કરી દીધો હતો અને તે સદી પૂરી કરી શક્યો ન હતો. પરંતુ તેણે પોતાની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જ્યારે મુંબઈને 239ના સ્કોર પર રહાણેના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો.   

આ પણ વાંચો : કોણ છે નજફગઢનો બોલર હિમાંશુ સાંગવાન? જેણે કોહલીને રણજીમાં 6 જ રનમાં પવેલિયનભેગો કર્યો

માત્ર એક રનથી સદી ચૂક્યો પુજારા

પુજારાની વાત કરીએ તો તે માત્ર એક રનથી પોતાની સદી ચૂકી ગયો હતો અને 99ના સ્કોર પર મુખ્તાર હુસૈનની બોલ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેણે 167 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ 474ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

રણજીમાં સૌરાષ્ટ્રનો સિનિયર ખેલાડી ઝળક્યો, માત્ર 1 રનથી સદી ચૂક્યો: બીજી તરફ રહાણેના 96 રન 2 - image


  


Google NewsGoogle News