Get The App

એરપોર્ટ પર દારૂ સાથે ઝડપાયેલા સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટર સામે SCA એક્શન મોડમાં

ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
એરપોર્ટ પર દારૂ સાથે ઝડપાયેલા સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટર સામે SCA એક્શન મોડમાં 1 - image


Saurashtra Cricket Association : સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશને તેના અંડર-23 ખેલાડીઓ પાસેથી દારૂ-બિયરનો જથ્થો મળી આવતા એક્શન લીધો છે. ચંડીગઢથી રાજકોટ પરત ફરી રહેલા ખેલાડીઓ પાસેથી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં ગઈકાલે SCAએ શિસ્તબદ્ધ તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. SCAના સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીએ સી.કે. ​​નાયડુ ટ્રોફીમાં યજમાન ચંદીગઢ સામે સૌરાષ્ટ્રની જીત બાદ આ ઘટના બની હતી.

ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો

સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે. નાયડુ ટ્રોફી (C. K. Nayudu Trophy)ની મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી. જ્યારે ટીમના ખેલાડી મેચ જીતીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ ખેલાડીઓએ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ તમામ ક્રિકેટરોની કીટની ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. ત્યારબાદ SCA એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચંદીગઢમાં એક કથિત ઘટના બની છે, જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ધ્યાન પર લાવવામાં આવી છે. એસોસિયેશને તપાસના આદેશ પણ આપ્યા છે.”

એથિક્સ/ડિસિપ્લિનરી કમિટી અને એપેક્સ કાઉન્સિલ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની એથિક્સ/ડિસિપ્લિનરી કમિટી અને એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે.'' BCCI પણ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે, પરંતુ હાલ આ મામલાનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને ઉકેલવો પડશે અને આ કૃત્ય કોણે કર્યું છે તેની તપાસ કરવાની રહેશે.

એરપોર્ટ પર દારૂ સાથે ઝડપાયેલા સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટર સામે SCA એક્શન મોડમાં 2 - image


Google NewsGoogle News