U14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોટાદના ખેલાડીએ 334 રન ફટકારી રેકોર્ડ સર્જ્યો

કાવ્ય પટેલના 269 બોલમાં 58 ફોર મારી 334* રન, પ્રિયેન પરમારના 100* રન

બોટાદની ટીમે પ્રથમ બેટીંગ કરી 554/5 પર દાવ ડિકલેર કર્યો, ભાવનગર રૂરલ ટીમના 1 વિકેટે 41 રન

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
U14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોટાદના ખેલાડીએ 334 રન ફટકારી રેકોર્ડ સર્જ્યો 1 - image

ભાવનગર, તા.06 નવેમ્બર-2023, બુધવાર

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટ (nter District U14 Cricket Tournament)નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે બુધવારે ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે બે દિવસીય લીગ મેચનો પ્રારંભ થયો હતો. બોટાદની ટીમે બેટીંગ કરી પ વિકેટે પપ૪ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો, જેમાં કેપ્ટન અને વિકેટ કિપર કાવ્ય પટેલે (Kavya Patel) શાનદાર બેટીંગ કરી અણનમ ૩૩૪ રન ફટકારી રેકોર્ડ કર્યો હતો.  

ભરૂચા ક્લબ દ્વારા U14 ક્રિકેટ ટુર્નામેન્ટની 2 દિવસીય લીગનો પ્રારંભ

ભાવનગર શહેરના ભરૃચા કલબના મેદાન ખાતે આજે બુધવારથી ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટની બે દિવસીય લીગ મેચના પ્રારંભ થયો છે. બોટાદની ટીમે પ્રથમ બેટીંગ કરતા ૮૧ ઓવરમાં પ વિકેટ ગુમાવી પપ૪ રને દાવ ડિકલેર કર્યો હતો, જેમાં બોટાદના કેપ્ટન વિકેટ કિપર કાવ્ય પટેલે શાનદાર બેટીંગ કરતા ર૬૯ બોલમાં પ૮ ફોર મારી અણનમ ૩૩૪ રન ફટકાર્યા હતાં. કાવ્ય પટેલે સુંદર બેટીંગ કરી ભાવનગર રૃરલના બોલરની ધોલાય કરી નાખી હતી અને નવો રેકોર્ડ સ્થાપીત કર્યો છે, કારણ કે અત્યાર સુધીમાં અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમાતી ટુર્નામેન્ટમાં આટલા રન કોઈ ખેલાડીએ માર્યા નથી. કાવ્ય પટેલની સિધ્ધી બદલ સાથી ખેલાડી અને રમતપ્રેમીઓએ તેને બિરદાવ્યો હતો. આ ઉપરાંત પ્રિયેન પરમારે ૧૩૧ બોલમાં ૧૮ ફોર મારી ૧૦૦ રન, દિવ્ય પરાલીયાએ પ૯ અને ઓમ તોગડીયાએ ૪૧ રન નોંધાવ્યા હતા, જયારે ભાવનગર રૃરલના બોલર પાર્થ જાની અને યુગ મહેતાએ ર-ર વિકેટ ઝડપી હતી. 

ભાવનગર રૂરલ ટીમના 1 વિકેટે 41 રન

ભાવનગર રૃરલની ટીમે બેટીંગ કરી લક્ષનો પીછો કરતા દિવસના અંતે ૯ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૪૧ રન નોંધાવ્યા હતા, જેમાં જીત સોનપાલના અણનમ ૧૮ અને પાર્થ જાનીના અણનમ ૧૦ રન મુખ્ય હતા, જયારે બોલર કિર્તન સોલંકીએ ૧ વિકેટ ઝડપી હતી. આવતીકાલે ગુરૃવારે ભાવનગર રૃરલની ટીમ ફરી બેટીંગ કરી રમત આગળ વધારશે. આ લીગ મેચમાં બોટાદની ટીમ વિજેતા થાય તેવી શકયતા જણાય રહી છે.


Google NewsGoogle News