ટીમ ઇન્ડિયામાં રમી ચૂકેલો ખેલાડી હવે શ્રીલંકાની ટીમનો બન્યો કૅપ્ટન, ધોની સાથે તુલના થતી હતી
Cricketer Saurabh Tiwari: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સૌરભ તિવારી હવે શ્રીલંકામાં કૅપ્ટનશીપ કરી રહ્યા છે. એક સમયે સૌરભ તિવારીની તુલના કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની સાથે થતી હતી. સૌરભ પણ ધોનીની જેમ લાંબા વાળ રાખતો હતો. તે ઝારખંડના છોટા ધોની તરીકે ઓળખાય છે. સૌરભ તિવારી ભારત માટે માત્ર ત્રણ વનડે રમ્યા છે. બાદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
સૌરભ તિવારી શ્રીલંકા ટી10 સુપર લીગમાં ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં તે ટીમ નુવારા એલિયા કિંગ્સના કૅપ્ટન છે. સૌરભ તિવારીએ ભારત માટે બે વન ડે મેચમાં 49 રન બનાવ્યા હતા. સૌરભ ફર્સ્ટ ક્લાસ બેટર તરીકે ઓળખાતો હતો.
આ પણ વાંચોઃ 'બાબર આઝમે મને ગર્ભવતી કરીને તરછોડી...', પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી ફસાયો
47.22ની એવરેજે 8076 રન બનાવ્યા
સૌરભ તિવારીએ પોતાની કારકિર્દીમાં 116 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં 47.22ની એવરેજ પર 8076 રન બનાવ્યા છે. 22 સદી અને 34 અર્ધસદી ફટકારી છે. તિવારીએ 116 લિસ્ટ એ અને 181 ટી20 મેચ રમી છે. 2008માં તે વિરાટ કોહલીની કૅપ્ટનશીપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો રહ્યા હતા. 34 વર્ષીય સૌરભે આઇપીએલમાં કુલ 93 મેચ રમી છે. જેમાં 28.73ની એવરેજથી 1494 રન બનાવ્યા છે. સૌરભનો સ્ટ્રાઇક રેટ 120.1 રહ્યો છે.