સાત્વિક-ચિરાગ ખેલ રત્ન માટે નોમિનેટ, શમી-પંખાલ સહિત આ ખેલાડીઓ અર્જુન એવોર્ડની રેસમાં
મોહમ્મદ શમી સિવાય 16 અન્ય ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે
ખેલ મંત્રાલયે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે
Image:File Photo |
Satwik And Chirag Nominated For Khel Ratna Award : મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના બદલ તેને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેડમિન્ટનની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
આ ખેલાડીઓના નામ પણ કરાયા નોમિનેટ
આ ઉપરાંત મેન્સ હોકી ખેલાડી કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનૂ, આર્ચર ઓજસ પ્રવીણ દેવતાલે અને અદિતિ ગોપીચંદ સ્વામી, બોક્સર મોહમ્મદ હુસામુદ્દીન, ચેસ પ્લેયર આર. વૈશાલી, ગોલ્ફર દીક્ષા ડાગર, શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રેસલર અંતિમ પંઘાલ અને ટેબલ ટેનિસ ખેલાડી અયહિકા મુખર્જીનું નામ પણ આ લીસ્ટમાં સામેલ છે. ગણેશ પ્રભાકરણ (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આર.બી રમેશ (ચેસ) અને શિવેન્દ્ર સિંહ (હોકી)ને કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કવિતા (કબડ્ડી), મંજુષા કંવર (બેડમિન્ટન) અને વિનીત કુમાર શર્મા (હોકી)ને ધ્યાનચંદ લાઈફ ટાઈમ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
એવોર્ડ નક્કી કરવા માટે ખેલ મંત્રાલયે 12 સભ્યોની સમિતિની રચના કરી
ખેલ મંત્રાલયે આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એ.એમ ખાનવિલકર આ સમિતિના અધ્યક્ષ છે. તેમના સિવાય હોકી ખેલાડી ધનરાજ પિલ્લે, પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતા, પૂર્વ બોક્સર અખિલ કુમાર, મહિલા શૂટર અને વર્તમાન રાષ્ટ્રીય કોચ શુમા શિરુર, પૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરા, બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે અને પાવરલિફ્ટર ફરમાન પાશા પણ સમિતિમાં સામેલ છે.
અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થયા આ ખેલાડીઓ
મોહમ્મદ શમી (ક્રિકેટ), અજય રેડ્ડી (નેત્રહીન ક્રિકેટ), ઓજસ પ્રવીણ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી (આર્ચરી), શીતલ દેવી (પેરા આર્ચરી), પારુલ ચૌધરી અને એમ શ્રીશંકર (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર. વૈશાલી (ચેસ), દિવ્યકૃતિ સિંહ અને અનુષ અગ્રવાલ (હોર્સ રાઈડીંગ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનૂ (હોકી), પિંકી (લૉન બોલ), ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), અંતિમ પંઘાલ (કુસ્તી), અયહિકા મુખર્જી (ટેબલ ટેનિસ)
ધ્યાનચંદ લાઈફ ટાઈમ એવોર્ડ
કવિતા (કબડ્ડી), મંજુષા કંવર (બેડમિન્ટન), વિનીત કુમાર શર્મા (હોકી)
દ્રોણાચાર્ય એવોર્ડ
ગણેશ પ્રભાકરણ (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આર.બી રમેશ (ચેસ), શિવેન્દ્ર સિંહ (હોકી)