VIDEO: સરફરાઝે ભૂલ કરી તો હસતાં હસતાં જમીન પર ઢળી પડ્યો પંત, કોહલીએ ઉડાવી મજાક
Image: Facebook
Sarfaraz Khan : ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે 5 મેચની રોમાંચક બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ઓપ્ટસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયા ખૂબ પ્રેક્ટિસ કરી રહી છે અને નેટ્સમાં ખૂબ પરસેવો વહાવી રહી છે. ભારતીય ટીમ જીતની સાથે આ મોટી સિરીઝની શરૂઆત કરવા ઈચ્છશે. હવે ભારતના પ્રેક્ટિસ સેશનથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સરફરાઝ ખાન, વિરાટ કોહલી, ઋષભ પંત અને ધ્રુવ જુરેલ નજર આવી રહ્યાં છે. સરફરાઝ એક એવું બ્લન્ડર કરે છે, જેનાથી અન્ય ત્રણેય પ્લેયર્સ ખૂબ હસે છે.
સરફરાઝ ખાને છોડી દીધો સરળ કેચ
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સરફરાઝ, વિરાટ, પંત અને જુરેલ કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. એક સરળ કેચ સરફરાઝ ખાન તરફથી આવે છે જેને ખાન પકડી શકતો નથી. તેના હાથથી બોલ નીકળી જાય છે. આ જોઈને વિરાટ કોહલી, ઋષભ પંત અને ધ્રુવ જુરેલ હસવા લાગે છે. પંત તો હસતાં-હસતાં મેદાન પર જ પડી જાય છે. આ સિવાય વિરાટ કોહલી અને ધ્રુવ જુરેલ પણ પોતાના હાસ્ય પર કાબૂ કરી શકતાં નથી.
આ પણ વાંચો: IND vs AUS: વિરાટ કોહલીની પાછળ પડ્યા ઑસ્ટ્રેલિયાના દિગ્ગજો, આઉટ કરવા માટે બતાવી રહ્યા છે જુદા જુદા પેંતરા
વિરાટ કોહલી પર હશે સૌની નજર
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરે રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ તેનું બેટ સંપૂર્ણરીતે ખામોશ રહ્યું પરંતુ વિરાટને ઓસ્ટ્રેલિયા ફાવતું નથી. તે અહીં રમવાનું પસંદ કરે છે. દરમિયાન આશા વર્તાઈ રહી છે કે વિરાટ ઓસ્ટ્રેલિયામાં બાઉન્સ બેક કરશે.
ધ્રુવ જુરેલ ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે પોતાની પહેલી ટેસ્ટ
થોડા દિવસ પહેલા ભારત એ અને ઓસ્ટ્રેલિયા એ ની વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં યુવાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પોતાની બેટિંગથી સૌને ખૂબ ઈમ્પ્રેસ કર્યા હતા. જુરેલ પર્થ ટેસ્ટમાં વિકેટકીપર તરીકે નહીં પરંતુ પ્રોપર બેટર તરીકે રમતાં નજર આવી શકે છે. તેને મિડલ ઓર્ડરમાં સરફરાઝ ખાનના સ્થાને તક મળી શકે છે.