Get The App

સરફરાઝ ખાને ફટકારી સેન્ચુરી: વિરાટ, રોહિત અને ગંભીરે આપ્યું સન્માન, નજારો જોઈ ફેન્સ થયા ગદગદ્

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
સરફરાઝ ખાને ફટકારી સેન્ચુરી: વિરાટ, રોહિત અને ગંભીરે આપ્યું સન્માન, નજારો જોઈ ફેન્સ થયા ગદગદ્ 1 - image

Sarfaraz Khan : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાન શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ત્રીજા દિવસે સરફરાઝ 70 રન બનાવીને અણનમ રમી રહ્યો હતો. અને ચોથા દિવસે તેણે થોડા સમય બાદ પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કર્યા બાદ તેણે શાનદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન તેને ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ ગૌતમ ગંભીર તરફથી પણ સન્માન મળ્યું હતું.

આ પણ વાંચો : IND vs NZ : રન ભલે ઓછા થયા, પણ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસનો આ ખાસ રેકૉર્ડ પણ બનાવ્યો

જયારે સરફરાઝ ખાને સદી કરી ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ઊભા થઈને તાળીઓથી સરફરાઝનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલ, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા કેટલાક ખેલાડીઓએ પણ સરફરાઝને સન્માન આપ્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

આ મેચમાં સરફરાઝે 110 રનનો સામનો કરીને 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી શકી હતી. ટેસ્ટમાં આ તેની પહેલી સદી હતી. તેની પાસેથી બેવડી સદીની અપેક્ષા રખાઈ રહી હતી. પરંતુ સરફરાઝ 195 બોલનો સામનો કરી 150 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આગાઉ સરફરાઝ ખાન પહેલી ઇનિંગમાં 0 રને આઉટ થયો હતો. તે મેટ હેનરી ફેંકેલા બોલ પર ડેવોન કોનવેના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. હાલમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી રહી છે. 

સરફરાઝ ખાને ફટકારી સેન્ચુરી: વિરાટ, રોહિત અને ગંભીરે આપ્યું સન્માન, નજારો જોઈ ફેન્સ થયા ગદગદ્ 2 - image


Google NewsGoogle News