Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને ઝટકો, ઈજાના કારણે આગામી ટુર્નામેન્ટ નહીં રમે સ્ટાર બેટ્સમેન!

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને ઝટકો, ઈજાના કારણે આગામી ટુર્નામેન્ટ નહીં રમે સ્ટાર બેટ્સમેન! 1 - image


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICCની આ ઈવેન્ટ પહેલા સ્ટાર ભારતીય બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન ભારતીય સ્ક્વોડનો ભાગ હતો. જો કે, આ બેટ્સમેન સમગ્ર ટુર્નામેન્ટમાં બેન્ચ પર બેસી રહ્યો હતો. તેને એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો.

આ બેટ્સમેન મિડલ ઓર્ડર બેટર સરફરાઝ ખાન છે. સરફરાઝ ખાન ઈજાના કારણે રણજી ટ્રોફીના આગામી પ્રવાસમાં રમતા નજરે નહીં પડે. રણજી ટ્રોફીનો આગામી પ્રવાસ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 26 જાન્યુઆરી સુધી રમાશે. આ દરમિયાન મુંબઈ ટીમનો સામનો જમ્મુ કાશ્મીર સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર, સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે.

મુંબઈના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને સૂચિત કર્યું કે, 'તેમને પાંસળીમાં ફેક્ચર છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ નહીં થઈ શકે. ઈજા કેટલી ગંભીર છે તે સ્પષ્ટ નથી. સરફરાઝ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને કોઈ મેચ રમવાની તક મળી ન હતી.'

MCA અધિકારીએ કહ્યું કે, 'તેમને એક પાંસળીમાં ઈજા છે. તેમણે અમને માહિતી આપી છે કે, તેઓ રણજી ટ્રોફીના આગામી પ્રવાસમાં નહીં રમે. કારણ કે તેઓ BCCIની સાથે કરારબદ્ધ હોવાથી, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી તેનું તબીબી મૂલ્યાંકન કરશે અને અમને જાણ કરશે.'



Google NewsGoogle News