સચિનનો રેકોર્ડ તોડનાર ક્રિકેટરને નડ્યો ગંભીર અકસ્માત, દુલીપ ટ્રોફીમાં ધૂમ મચાવી હતી
સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન પિતા સાથે જઈ રહ્યો હતો ત્યારે જ કાર 4-5 વખત પલટી ખાઈ ગઈ
Sarfaraz Khan brother Musheer Khan injured in car accident | ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાનની કારને ગંભીર અકસ્માત નડ્યાના સમાચાર સામે આવ્યા છે. મુશીર ખાનને ગળામાં ગંભીર ઈજાઓ થઇ છે. મુશીર સાથે આ અકસ્માત વખતે તેના પિતા નૌશાદ ખાન પણ હતા જે આઝમગઢથી લખનઉ જઈ રહ્યા હતા.
Mumbai youngster Musheer Khan suffered fracture in a road accident in UP.
— alekhaNikun (@nikun28) September 28, 2024
Set to miss - Irani Trophy 🏆 & initial part of Ranji Trophy.
(TOI)
Big blow for him as he is in AUS A tour contention.#Cricketupdate pic.twitter.com/pIRl1aN5CW
મુશીર ખાનની કાર 4-5 વખત પલટી ખાઈ ગઈ
અત્યાર સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી પણ સૂત્રો કહે છે કે અકસ્માત થતાં જ મુશીર ખાનની કાર 4-5 વખત પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે મુશીરને ગંભીર ઈજાઓ થઇ. હવે તે લગભગ 6 અઠવાડિયાથી લઇને 3 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહે તેવી શક્યતા છે. આ સાથે મુશીર ઈરાની ટ્રોફીમાંથી પણ બહાર થઇ ગયો છે.
સચિનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો
સરફરાઝ ખાનનો પરિવાર ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની છે. અહીં સગઢી તાલુકામાં બાસુપાર ગામે તેઓ રહે છે. સરફરાઝના ભાઈ મુશીર ખાને હાલમાં દુલીપ ટ્રોફીમાં ધૂમ મચાવી હતી. તેણે ડેબ્યુ મેચમાં જ ઈન્ડિયા બી તરફથી ઈન્ડિયા એ સામે 181 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સચિન તેંડુલકરે દુલીપ ટ્રોફીમાં 1991માં ડેબ્યુ વખતે 159 રનની ઈનિંગર મી હતી. આ મામલે હજુ પણ બાબા અપરાજિત ટોચે છે જેણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યુ વખતે 212 રનની ઈનિંગ રમી હતી. અંડર-19 વર્લ્ડકપમાં પણ મુશીર ખાને અનેક તોફાની ઈનિંગ રમી હતી અને 7 મેચમાં 60ની એવરેજ સાથે 360 રન બનાવ્યા હતા. આ સાથે 7 વિકેટો પણ ઝડપી હતી.