મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, ધવન અને બાબરની કરી બરાબરી

મુશીરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરતા 109 બોલમાં સદી ફટકારી હતી

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની મેચ 214 રને જીતી હતી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, ધવન અને બાબરની કરી બરાબરી 1 - image
Image: Twitter

Musheer Khan Becomes Leading Scorer In U-19 World Cup 2024 : સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં તેની બેટિંગથી હલચલ મચાવી દીધી છે. એક તરફ સરફરાઝને ટેસ્ટ ટીમ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ તેનો ભાઈ મુશીર ખાન અંડર-19 વર્લ્ડકપમાં પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. 

શિખર ધવન અને બાબર આઝમની કરી બરાબરી

મુશીરે ન્યૂઝીલેન્ડ સામેની અંડર-19 વર્લ્ડકપ સુપર-6 મેચમાં શાનદાર બેટિંગ કરતા 109 બોલમાં સદી ફટકારી હતી. મુશીરની અંડર-19 વર્લ્ડકપમાં આ બીજી સદી છે. તેણે સતત 2 સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપના એક સિઝનમાં 2 સદી ફટકારવાના મામલે શિખર ધવન અને બાબર આઝમની બરાબરી કરી લીધી છે. 

ભારતીય ટીમનો 214 રને વિજય

મુશીરે ન્યુઝીલેન્ડ સામે 126 બોલમાં 131 રનની ઇનિંગ રમી જેમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા પણ સામેલ હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 103.97ની હતી. મુશીરની આ શાનદાર ઇનિંગના કારણે ભારતીય અંડર-19 ટીમે 295 રન બનાવ્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ 28.1 ઓવરમાં 81 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ આ મેચ 214 રને જીતી હતી. મુશીરને તેની શાનદાર સદીના કારણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.

અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો મુશીર

મુશીર હવે અંડર-19 વર્લ્ડકપ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મુશીરે પાકિસ્તાનના શાહઝેબ ખાનને પાછળ છોડી દીધો છે. શાહઝેબ ખાને અત્યાર સુધી 3 મેચમાં કુલ 223 રન બનાવ્યા છે. મુશીર હવે શાહઝેબ કરતા ઘણો આગળ નીકળી ગયો છે. આ મામલામાં જ્વેલ એન્ડ્ર્યુ 3 મેચમાં 196 રન સાથે ત્રીજા સ્થાને છે.

મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, ધવન અને બાબરની કરી બરાબરી 2 - image


Google NewsGoogle News