સરફરાઝ ખાને ઈરાની ટ્રોફીમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ, આ 10 ખેલાડીના નામે પણ કારનામું
Representative Image |
Irani Cup, Sarfaraz Khan : હાલમાં ચાલી રહેલા ઈરાની કપ 2024માં મુંબઈના બેટર સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી હતી. તે ઈરાની કપમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનાર પહેલો બેટર બની ગયો છે. આ સાથે જ તે ઈરાની કપમાં બેવડી સદી ફટકારનાર 11મો ખેલાડી બન્યો છે.
તાજેતરમાં બાંગ્લાદેશ સામે સમાપ્ત થયેલી ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલની વાપસીને કારણે સરફરાઝ ખાનને પ્લેઈંગ-11માં રમવાની તક મળી ન હતી. સરફરાઝે ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝ પહેલા બેવડી સદી ફટકારીને ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ બેવડી સદી સાથે સરફરાઝ ખાને અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે રમતા સરફરાઝ ખાને પહેલી ઇનિંગમાં 253 બોલમાં બેવડી સદી ફટકારી હતી. જેમાં 23 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેણે 200થી વધારેનો સ્કોર કર્યો છે. ઈરાની કપના ઈતિહાસમાં સરફરાઝ બેવડી સદી ફટકારનાર મુંબઈ ટીમનો પહેલો બેટર બન્યો છે. આ પહેલા મુંબઈનો કોઈ પણ બેટર આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
સરફરાઝ ખાન પહેલા ઈરાની કપમાં વસીમ જાફર, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી સહિત 10 બેટરે બેવડી સદી ફટકારી હતી. હવે આ હરોળમાં સરફરાઝ 11મો ખેલાડી બની ગયો છે. ઈરાની કપમાં સૌથી મોટી ઈનિંગ વસીમ જાફર્વ રમી છે. યશસ્વી જયસ્વાલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. મુરલી વિજય બીજા નંબર પર છે.