Get The App

'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર બની સારા તેંડુલકર, પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર બની સારા તેંડુલકર, પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ 1 - image


Sara Tendulkar Joined Sachin Tendulkar Foundation As Director: સચિન તેંડુલકર લાંબા સમયથી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેનું નામ 'સચિન તેંડુલકર ફાઉન્ડેશન' છે. આ ફાઉન્ડેશન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ રમતગમત સાથે જોડવાનું કામ કરવામાં આવે છે. હવે આ ફાઉન્ડેશનમાં સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે બુધવારે તેની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલા એક મોટા સમાચાર શેર કર્યા છે. તેણે જણાવ્યું છે કે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

સચિન તેંડુલકરે પોતાની પુત્રી સારાના નવા કામ અને નવી ભૂમિકા અંગે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તરીકે સામેલ થઈ છે. સચિન તેંડુલકર ફાઉન્ડેશનલ ભારતના દિગ્ગજ ક્રિકેટર દ્વારા ચલાવવામાં આવતી NGO છે, જે બાળકોના વિકાસ, આરોગ્ય અને શિક્ષણ માટે કામ પર ભાર મૂકે છે.


સચિન તેંડુલકરની પોસ્ટ

આ પોસ્ટમાં સચિને લખ્યું છે કે, 'મને એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે મારી પુત્રી સારા તેંડુલકરે STF ઈન્ડિયા (સચિન તેંડુલકર ફાઉન્ડેશન)માં ડાયરેક્ટર તરીકે જોઈન કર્યું છે. તેણે યુનિવર્સિટી કોલેજ લંડનથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જેવી રીતે તે રમત-ગમત, આરોગ્ય સંભાળ અને શિક્ષણના માધ્યમથી ભારતને સશક્ત બનાવવાની યાત્રા પર નીકળી છે, તે એ વાતની યાદ અપાવે છે કે, વૈશ્વિક શિક્ષણ કેવી રીતે સંપૂર્ણ ચક્રમાં આવી શકી છે.' 

સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળતા પહેલા સારા તેંડુલકરે પોતાની માતા સાથે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને NGO માટે ઘણું કામ કર્યું છે. સારા સોશિયલ મીડિયા પર આ તમામ કાર્યોના અપડેટ્સ શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

આ પણ વાંચો: પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા! કેમ CM અને ગૃહમંત્રી પદનો પણ મોહ છોડ્યો?

સારા તેંડુલકરના બોલિવૂડ ડેબ્યુની ચર્ચાઓ પણ ચાલતી રહી છે. પરંતુ હવે તેણે પોતાના પિતાના ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવા તરફ એક પગલું ભર્યું છે, જે એક મોટું પગલું છે અને તે દર્શાવે છે કે તે પોતાના પરિવારની પરંપરાઓ અને જવાબદારીઓને સમજીને નવી દિશામાં કામ કરવા તૈયાર છે.


Google NewsGoogle News