IND vs BAN: બીજી T20I પહેલા સંજૂ સેમસનની મુશ્કેલી વધી, ગંભીરે અગાઉ કરેલી ભવિષ્યવાણીનું શું થયું?
Sanju Samson : રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. હવે તેની જગ્યા એ સંજુ સેમસનને ટીમમાં તક મળી રહી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર તેને T20I ફોર્મેટમાં ઓપનિંગ બેટર તરીકે તક આપી રહ્યા છે. સંજુ સેમસનને વર્ષ 2015માં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 3 મેચની T20 સીરિઝની પહેલી મેચ રમીને T20Iમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તે પોતાની ઇનિંગને મોટી બનાવી શક્યો ન હતો.
હાલમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 3 મેચની T20 સીરિઝમાં સંજુ સેમસન પાસે શાનદાર તક છે. તે આ સીરિઝ દરમિયાન મોટી ઇનિંગ રમીને આગમી ટુર્નામેન્ટ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. જો કે આગામી દિલ્લી ખાતે યોજાનારી બીજી મેચમાં સંજુ સામે અનેક પડકારો છે. બીજી મેચમાં ત્રણ પર પ્રદર્શનને લઈને ઘણું દબાણ રહેશે. કોચ ગૌતમ ગંભીર તેને લઈને મોટી ભવિષ્યવાણી કરી ચૂક્યો છે. તેણે કોચ બન્યા પહેલા કહ્યું હતું કે, જો સંજુ ભારત માટે નહી રમે તો એ દેશનું નુકશાન છે.
પહેલી મેચમાં સંજુનું પ્રદર્શન નિરાશાજનક રહેતા તેને લઈને કોમેન્ટેટર આકાશ ચોપડાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે સંજુ બોલને જોરથી મારી રહ્યો ન હતો. એવું લાગી રહ્યું હતું કે તે બોલને ઈજા પહોંચાડવા માંગતા ન હતા. અને તેઓ એક પછી એક ચોગ્ગા મારી રહ્યા હતા.
આ મેચમાં સંજુએ 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો હતો. તેણે 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જો કે, તે મોટો શોટ રમવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. સંજુ એ અત્યાર સુધીમાં ભારત માટે 16 વનડેમાં 510 રન કર્યા હતા. આ સિવાય 31 T20 મેચમાં 473 રણ બનાવ્યા હતા.