ધોની, વિરાટ અને રોહિતના લીધે મારા છોકરાના 10 વર્ષ બગડ્યા: સંજૂ સેમસનના પિતાનો આરોપ
Vishwanath Samson Accused Indian Cricketers : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી સંજુ સેમસનના પિતા વિશ્વનાથ સેમસને ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત ત્રણ દિગ્ગજ કેપ્ટનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ કેપ્ટનોમાં એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વનાથ સેમસને કહ્યું કે, આ ચારેય મળીને સંજુના 10 વર્ષ વેડફ્યા હતા.
સંજુ સેમસનના પિતાએ આ દિગ્ગજ ક્રિકેટરો પર લગાવ્યો આરોપ
એક અહેવાલ અનુસાર વિશ્વનાથ સેમસને રાહુલ દ્રવિડ, એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા પર તેમના પુત્રને વધુ તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમેણ આ દિગ્ગજ ક્રિકેટરોને ઠપકો આપતાં સેમસનની કારકિર્દીની પ્રગતિમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં સેમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
આ લોકો એ 10 વર્ષ બરબાદ કર્યા મારા પુત્રના
વિશ્વનાથ સેમસને કહ્યું કે, 'એવા 3-4 લોકો છે કે જેણે મારા પુત્રની મહત્ત્વપૂર્ણ કારકિર્દીના 10 વર્ષ બરબાદ કરી દીધા હતા...... ધોનીજી, વિરાટ કોહલીજી, રોહિત શર્માજી જેવા કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડજી. આ ચારેય લોકોએ મારા પુત્રના જીવનના 10 વર્ષ બરબાદ કર્યા હતા. પરંતુ તેમણે સંજુને જેટલું નુકસાન પહોંચાડ્યું તેટલો જ તે મજબૂત થઈને આ સંકટમાંથી બહાર આવી ગયો છે.'
ગૌતમ ગંભીર અને સૂર્યાકુમાર યાદવનો આભાર
આ સિવાય વિશ્વનાથે પોતાના સંજુને T20 ટીમમાં તક આપવા બદલ વર્તમાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર વ્યક્ત માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હું બહુ ખુશ અને ગૌતમ ગંભીરભાઈ અને સૂર્યાકુમાર ભાઈનો આભાર માનું છું. જો આ બે લોકો આ સમયે આવ્યા ન હોત તો તેઓ સંજુને પહેલાની જેમ ટીમમાંથી કાઢી મૂક્યા હોત. સંજુ, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા ક્લાસિકલ ટચ ધરાવતા ખેલાડીઓ છે. ઓછામાં ઓછું તેનો તો આદર કરો!'
સેમસનની સતત અવગણના કરવામાં આવી
ધોનીની ગેરહાજરીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં સંજુ સેમસનને રમવાની તક મળી હતી. સંજુ સેમસને ધોનીની કેપ્ટનશીમાં પણ રમ્યો હતો. પરંતુ તેને ત્યાં એટલી તકો મળી ન હતી. ધોની બાદ વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.
જો કે, આ સમયગાળા દરમિયાન પણ સેમસનની અવગણના કરવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં રોહિત શર્માને કોહલીની જગ્યાએ તમામ ફોર્મેટમાં ટીમનો કેપ્ટન બનાવામાં આવ્યો હતો. તે પછી સેમસનને આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેમાં પણ તેને કોઈ મેચ રમવાની તક મળી ન હતી.