IND vs SA : સંજુ સેમસનની સદી તેના કરિયરને બદલી નાખશે, આ મહાન ક્રિકેટરે કર્યો મોટો દાવો
ભારતે ગઈકાલે સાઉથ આફ્રિકાને 78 રને હરાવીને વનડે સિરીઝ 2-1થી જીતી લીધી
Sunil Gavaskar On Sanju Samson : ભારતે ગઈકાલે સાઉથ આફ્રિકાને 78 રને હરાવીને વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે, આ મેચમાં સંજુ સેમસન મેચનો હીરો રહ્યો હતો જેણે સદી ફટકારી હતી, જેને લઈને ભારતના મહાન બેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે તેમનું કરિયર બદલવાનું છે.
આ સદીથી સંજુનો આત્મવિશ્વાસ વધશે : સુનીલ ગાવસ્કર
સાઉથ આફ્રિકા સામે ગઈકાલે રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે શાનદાર વિજય પ્રાપ્ત કરતા સિરીઝ પર કબજો કર્યો હતો. આ મેચમાં સંજુ સેમસ (sanju samson)ને આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 114 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. ભારતીય વિકેટ કીપર બેટરની આ સદીથી પૂર્વ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) વખાણ કરીને કહ્યું કે આ સદી બાદ તે પોતાના પર વધુ વિશ્વાસ કરવા લાગશે અને મારા માટે આ ઈનિંગમાં સૌથી વધારે ખાસ વાત તેમની શોટ સિલેક્શન હતી. પહેલા તે સારી શરુઆત કર્યા બાદ પણ આઉટ થતો જ્યારે આજે તમે તેને દોષ ન આપી શકો કે તે પોતાનો સમય બરબાદ કરી રહ્યો હતો, તે ખરાબ બોલની રાહ જોઈ રહ્યો હતો અને બાદમાં તેણે સદી ફટકારી હતી. મને લાગે છે કે આ સદીથી તેનું કરિયર બદલી નાખશે અને આ સદીના કારણે તેને વધુ તક મળશે.
સંજુની આંતરરાષ્ટ્રીય કરિયર
સંજુ સેમસને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 16 વનડે અને 24 T20 મેચ રમી છે જેમાં વનડેની 14 ઈનિંગમાં 510 રન બનાવ્યા છે અને T20ની 21 ઈનિંગમાં 374 રન બનાવ્યા છે. તેણે વનડેમાં એક સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી છે જ્યારે T20માં એક ફિફ્ટી ફટકારી છે.અડધી સદી સામેલ છે. ગઈકાલે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને એઈડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લેતા ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.5 ઓવરમાં 218 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ભારત સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વનડે સિરીઝ જીતી છે.