Get The App

દિલ્હી સામે દમદાર ઈનિંગ બાદ પણ દંડાયો સંજુ સેમસન, BCCIએ આ કારણે ફટકાર્યો મોટો દંડ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
દિલ્હી સામે દમદાર ઈનિંગ બાદ પણ દંડાયો સંજુ સેમસન, BCCIએ આ કારણે ફટકાર્યો મોટો દંડ 1 - image


Image: Facebook

Sanju Samson: IPL 2024માં 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમવામાં આવી. આ મેચ બાદથી સંજૂ સેમસન ખૂબ ચર્ચાઓમાં છે. મેચ દરમિયાન સંજૂની વિકેટ ખૂબ ચોંકાવનારી હતી. તેને લઈને પોતે સેમસને નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ સંજૂ ફીલ્ડ અમ્પાયર સાથે વિવાદ કરતો નજરે પડ્યો. જેની સજા હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સંજૂ સેમસનને આપી છે. BCCIએ સંજૂ સેમસન પર મેચ ફી નો 30 ટકા દંડ ફટકાર્યો છે.

BCCIએ નિવેદન જારી કર્યું

સંજૂને સજા સંભળાવતા BCCIએ નિવેદન જારી કરીને લખ્યું કે દિલ્હી કેપિટલ્સની સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે સંજૂ પર મેચ ફી નો 30 ટકા દંડ લગાવવામાં આવે છે. સંજૂએ IPL આચાર સંહિતાની કલમ 2.8 નું ઉલ્લંઘન કર્યું છે. સંજૂએ પણ પોતાનો ગુનો સ્વીકાર કર્યો છે. મામલામાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.

આઉટ થયા બાદ સંજૂએ વિવાદ કર્યો હતો

આ મેચમાં સંજૂ સેમસનની વિકેટને લઈને ખૂબ વિવાદ જોવા મળ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર ચાહકોએ થર્ડ અમ્પાયરના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા છે. મેચ દરમિયાન દિલ્હી તરફથી જ્યારે મુકેશ કુમાર 16મી ઓવર કરી રહ્યો હતો ત્યારે આ ઓવરમાં સંજૂ આઉટ થયો હતો.

સંજૂનો કેચ શાઈ હોપે લોન્ગ ઓન પર પકડ્યો હતો, જેને લઈને ચાહકોનું માનવું છે કે હોપનો પગ બાઉન્ડ્રીને અડ્યો હતો પરંતુ થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટના બદલે આઉટ કરાર આપ્યો હતો. તે બાદ સંજૂ સેમસને ફીલ્ડ અમ્પાયર સાથે થોડો વિવાદ કર્યો હતો.  


Google NewsGoogle News