Get The App

'લોકો મને સૌથી અનલકી ક્રિકેટર કહે છે, પરંતુ...', ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન

મેં જેટલુ વિચાર્યુ હતું તેનાથી ઘણુ વધારે મેળવ્યું છે: સંજુ સેમસન

હું જ્યા પહોચ્યો છું, તેનાથી ઘણુ વધારે મે વિચાર્યુ હતું: સંજુ સેમસન

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
'લોકો મને સૌથી અનલકી ક્રિકેટર કહે છે, પરંતુ...', ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન 1 - image

Image Twitter 
તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર 

ક્રિકેટ કોરિડોરમાં સંજુ સેમસનને ભારતનો સૌથી અનલક્કી ક્રિકેટર કહેવામાં આવે છે. 2015માં ભારતીય ટીમ માટે પહેલી મેચ રમનારો સંજુને 9 વર્ષમાં માત્ર 13 વનડે અને 24 T20I જ રમવાનો મોકો મળ્યો છે. સ્થાનિક ક્રિકેટની સાથે સાથે આઈપીએલમાં સંજુએ જોરદાર પરફોર્મન્સ આપી ઘણી વખત ટીમમાં જગ્યા મેળવી હતી. પરંતુ ઘણીવાર તે તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો. 

મેં જેટલું વિચાર્યુ હતું તેનાથી ઘણુ વધારે મેળવ્યું છે : સંજુ સેમસન

હાલમાં જ જાહેર થયેલ ઈન્ડિયા - ઓસ્ટ્રેલિયા 5 મેચની ટી20 સીરીઝ માટે તેની પસંદગી કરવામાં નથી આવી. જોકે, હવે તેણે તેના પર મોટુ નિવેદન આપ્યુ છે. સેમસનનું કહેવું છે કે, તેણે જેટલુ વિચાર્યુ હતું તેનાથી વધારે તેણે મેળવ્યુ છે. 

હું જ્યાં પહોચ્યો છું, તેનાથી ઘણુ વધારે મે વિચાર્યુ હતું : સંજુ સેમસન

એક યુટ્યુબ ચેનલ પર સંજુ સેમસનને કહ્યું કે, લોકો મને સૌથી અનલકી ખેલાડી કહે છે, પરંતુ હકીકતમાં હું જ્યા પહોચ્યો છું, તેનાથી ઘણુ વધારે મે વિચાર્યુ હતું. સેમસને આ સિવાય કેપ્ટન રાહુલ શર્માને લઈને પણ એક ટિપ્પણી કરી હતી. તેણે કહ્યુ કે રોહિત શર્મા તેને ખૂબ સપોર્ટ કરતા હતા.

 



Google NewsGoogle News