Get The App

સંજુ સેમસનનું દર્દ છલકાયું- હું વર્લ્ડકપ ફાઇનલમાં રમવાનો હતો, રોહિતે ટોસની 10 મિનિટ પહેલા નિર્ણય બદલ્યો

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
સંજુ સેમસનનું દર્દ છલકાયું- હું વર્લ્ડકપ ફાઇનલમાં રમવાનો હતો, રોહિતે ટોસની 10 મિનિટ પહેલા નિર્ણય બદલ્યો 1 - image

Sanju Samson on T20 World Cup 2024 Final Match : T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચને લઈને સંજુ સેમસને એક ખુલાસો કર્યો છે. સેમસને જણાવ્યું છે કે, હું ફાઈનલ મેચ રમવા જઈ રહ્યો હતો. પરંતુ  છેલ્લી ક્ષણો પહેલા જ મને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

હું ફાઈનલ મેચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો!

સંજુ સેમસને એક એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રમવા માટે મને તક મળી શકે તેમ હતી. જેથી કરીને મને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. હું ફાઈનલ મેચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. પરંતુ ટોસની 10 મિનિટ પહેલા લેવામાં આવ્યો કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.'

રોહિત ભાઈએ મને સમજાવ્યું 

કેપ્ટન રોહિત સાથેની તેની વાતચીત અંગે સેમસને જણાવતા કહ્યું હતું કે, જ્યારે આ વાતની મને ખબર પડી ત્યારે હું થોડો નિરાશ થઇ ગયો હતો. પણ મને લાગ્યું કે કોઈ વાંધો નથી આવું થતું રહે છે. આ પછી વોર્મ અપ સેશન દરમિયાન રોહિત ભાઈ મારી પાસે આવ્યા અને મારી સાથે વાત કરી હતી. રોહિતભાઈએ મને સમજાવ્યું કે તેણે આવો નિર્ણય કેમ લીધો. રોહિત ભાઈએ મને પોતાની રીતે સમજાવ્યું હતું, ત્યારે મેં તેમને ફરીથી કહ્યું કે હા હું સમજું છું, તમે જાવ અને મેચ રમો. તેમણે કહ્યું કે, મેચ જીત્યા પછી આ વિશે ફરી વાત કરીશું.'

આ પણ વાંચો : IPL 2025: ધોનીએ જવાબ ન આપતા CSK પણ અટવાઈ! કયા ખેલાડીઓ થશે રિટેન?

હું રોહિતભાઈની કેપ્ટનશીપમાં ફાઈનલ ન રમી શક્યો

સેમસને વધુમાં જણાવ્યું હતું કે, 'આ પછી રોહિતભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ એક મિનિટ પછી તે ફરી પાછો આવ્યા અને મને કહ્યું, 'તું મનમાં મારા વિશે ઘણી વાતો કરે છે, મને લાગે છે કે તું ખુશ નથી. મેં તેમણે જણાવ્યું કે, ના રોહિતભાઈ એવું કંઈ નથી...પછી મારી અને તેમની થોડી વાતચીત થઇ હતી. પરંતુ મને એ વાતનો અફસોસ હતો કે હું રોહિતભાઈની કેપ્ટનશીપમાં ફાઈનલ ન રમી શક્યો. પરંતુ મને એ વાત ગમી કે ફાઈનલ જેવી મોટી મેચમાં પણ રોહિતભાઈએ ટોસ પહેલા મારી સાથે વાત કરી. ત્યારે મને ખબર પડી કે આ વ્યક્તિ કંઈક અલગ છે.' અહીં તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવી હતી.  


Google NewsGoogle News