Get The App

VIDEO : IPL 2024માં દિલ્હી-રાજસ્થાન મેચમાં બબાલ, સંજુ સેમસન આઉટ હતો કે નોટઆઉટ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
VIDEO : IPL 2024માં દિલ્હી-રાજસ્થાન મેચમાં બબાલ, સંજુ સેમસન આઉટ હતો કે નોટઆઉટ 1 - image


DC vs RR IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ હતી. દિલ્હી ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson)એ એવી બેટિંગ કરી હતી કે એક સમયે દિલ્હીના ખેલાડી અને ચાહકોના શ્વાસ પણ અધ્ધર કરી દીધા હતા. 

સંજુએ તોફાની ઈનિંગ રમી હતી

દિલ્હી સામેની મેચમાં સંજુએ 46 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન સંજુની સ્ટ્રાઇક રેટ 186.95 હતી. સંજુ જ્યારે ક્રિઝ પર હતો અને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન આસાનીથી 222 રનનો સ્કોર ચેઝ કરી લેશે. પરંતુ 16મી ઓવરમાં મુકેશ કુમાર (Mukesh Kumar)ના ચોથા બોલ પર રાજસ્થાનનો કેપ્ટન બાઉન્ડ્રી લાઇન પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો.

સંજુના આઉટ પર અનેક સવાલો ઉઠ્યા હતા

જો કે સંજુ સેમસન જે રીતે આઉટ થયો તેના પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર તેના આઉટ અને નોટઆઉટને લઈને ચર્ચા છંછેડાઈ છે. આ દરમિયાન દિલ્હી ટીમના કો-ઓનર જિંદાલ પર પણ સવાલો ઉઠ્યા હતા. સંજુ સેમસનનું માનવું હતું કે કેચ લેતી વખતે શાઈ હોપ (Shai Hope)એ બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ કર્યો હતો. થર્ડ અમ્પાયરે સેમસનને આઉટ આપ્યો હતો, પરંતુ આઉટ હોવા છતાં તે અધવચ્ચે જ પાછો ફર્યો હતો. ત્યારબાદ સંજુએ મેદાન પરના અમ્પાયર સાથે વાત કરી હતી. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું.

પાર્થ જિંદાલની પ્રતિક્રિયાની ભારે ટીકા થઈ

સંજુ જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 162/4 હતો. એવું પણ લાગતું હતું કે જો તે ક્રિઝ પર ટકી રહ્યો હોત તો મેચનું પરિણામ કઈક અલગ હોત અને રાજસ્થાન રોયલ્સ સત્તાવાર રીતે આઈપીએલ 2024ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. સંજુ સેમસન આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલની પ્રતિક્રિયા પણ ખૂબ ચર્ચામાં રહી હતી. સેમસને જેવું જ મેદાન પરના અમ્પાયરના નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો કે તરત જ જિંદાલે તેના પર 'આઉટ ઇઝ આઉટ, આઉટ ઇઝ આઉટ' બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જિંદાલની પ્રતિક્રિયાની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.

દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 221 રન બનાવ્યા હતા

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. સૌથી પહેલા જેક ફ્રેઝર-મેકગર્કે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક પોરેલે 36 બોલમાં 65 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ રાજસ્થાન ટીમ તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી. આ મેચમાં સંજુએ 46 બોલમાં 86 રનની જોરદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. રાજસ્થાનની ટીમ 201 રન જ બનાવી શકી હતી.

VIDEO : IPL 2024માં દિલ્હી-રાજસ્થાન મેચમાં બબાલ, સંજુ સેમસન આઉટ હતો કે નોટઆઉટ 2 - image


Google NewsGoogle News