Get The App

6,6,6,6,6.... દશેરા પર સેમસનના ધૂમ-ધડાકા, 47 બોલમાં 111 રન, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
6,6,6,6,6.... દશેરા પર સેમસનના ધૂમ-ધડાકા, 47 બોલમાં 111 રન, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો 1 - image

Sanju Samson : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે  હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી 297 રન બનાવ્યા હતા. જે T20 ઈતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્કોર છે. ટેસ્ટ રમતા દેશોમાં પણ કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મેચમાં ઓપનિંગ કરવા આવેલા સંજુ સેમસને તોફાની બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે રિશાદ હુસૈનની એક ઓવરમાં સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય તેણે પહેલા 22 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઓપનર અભિષેક શર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સંજુ સેમસનને કેપ્ટન સૂર્યકુમાર યાદવનો સાથ મળ્યો હતો. સંજુએ 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જેમાં તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સંજુ અને સૂર્યકુમાર યાદવની જોડીએ બીજી વિકેટ માટે 69 બોલમાં 172 રનની ભાગીદારી કરી હતી.

આ સાથે જ સંજુ સેમસન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેણે લિયામ લિવિંગસ્ટોન અને હઝરતુલ્લા જજઈને પાછળ છોડી દીધા. પૂર્ણ મેમ્બર ટીમ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટરની આ ચોથી સૌથી ઝડપી સદી છે. આ યાદીમાં પહેલા  નંબર પર ડેવિડ મિલર છે. જેણે 2017માં બાંગ્લાદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ 35 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.

40 કે તેથી ઓછા બોલમાં સદી ફટકારનાર ખેલાડીઓ (સંપૂર્ણ મેમ્બર ટીમ)

35 - ડેવિડ મિલર, SA vs BAN, Potchefstroom, 2017

35 - રોહિત શર્મા, IND vs SL, ઇન્દોર, 2017

39 - જોહ્નસન ચાર્લ્સ, WI vs SA, સેન્ચુરિયન, 2023

40 - સંજુ સેમસન, IND vs BAN, હૈદરાબાદ, 2024

42 - હઝરતુલ્લા જજઈ, AFG vs IRE, દેહરાદૂન, 2019

42 - લિયામ લિવિંગસ્ટોન, ENG vs PAK, ટ્રેન્ટ બ્રિજ, 2021

6,6,6,6,6.... દશેરા પર સેમસનના ધૂમ-ધડાકા, 47 બોલમાં 111 રન, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો 2 - image


Google NewsGoogle News