Get The App

સંજુ સેમસને એ કરી બતાવ્યું જે ધોની-પંત પણ ના કરી શક્યા, બન્યો પ્રથમ ભારતીય વિકેટકીપર

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
સંજુ સેમસને એ કરી બતાવ્યું જે ધોની-પંત પણ ના કરી શક્યા, બન્યો પ્રથમ ભારતીય વિકેટકીપર 1 - image

Sanju Samson : બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I મેચમાં સંજુ સેમસને 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ભારતીય વિકેટ કીપર તરીકે T20Iમાં સદી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો છે. તે આવું કરનાર પહેલો ભારતીય વિકેટકીપર બની ગયો છે.

સંજુ સેમસને બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. તે T20I ક્રિકેટમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેના પહેલા એમએસ ધોની કે રિષભ પંત અને ઈશાન કિશન પણ આવું કરી શક્યા નથી. બાંગ્લાદેશ સામેની ત્રીજી T20Iમાં સેમસને 47 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ તેની T20I કારકિર્દીની પહેલી સદી હતી.

સંજુ સેમસન પહેલા ભારતીય વિકેટકીપર તરીકે એક ઇનિંગમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ઇશાન કિશનના નામે હતો. તેણે વર્ષ 2022માં શ્રીલંકા સામે 89 રનની ઇનિંગ રમી હતી. અત્યાર સુધીમાં રિષભ પંતે 76 T20I મેચ રમી છે. જેમાં તેણે 66 ઇનિંગ્સમાં 1209 રન બનાવ્યા છે. જો કે આ દરમિયાન પંતે ર્ક પણ સદી ફટકારી નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 65 રનનો રહ્યો છે.

આ પણ વાંચો : મને લાગ્યું કે હવે મને ક્યારેય મોકો નહીં મળે...', તોફાની સદી બાદ સંજુ સેમસન શું બોલ્યો, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ 98 T20I માં બે વખત 50 રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ તે ક્યારેય સદી સુધી પહોંચી શક્યો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.


Google NewsGoogle News