Get The App

સંજુ સેમસને રચ્યો ઇતિહાસ, T20Iમાં આ દમદાર સિદ્ધિ મેળવનાર બન્યો પહેલો એશિયન ખેલાડી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ, T20Iમાં આ દમદાર સિદ્ધિ મેળવનાર બન્યો પહેલો એશિયન ખેલાડી 1 - image

IND Vs SA, Sanju Samson : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સીરિઝની પહેલી મેચ ડરબનમાં યોજાઈ હતી. ભારતે આ મેચ 61 રને શાનદાર જીતી મેળવી હતી.

સંજુ સેમસની તોફાની બેટિંગ

આ મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર અને બેટર સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 50 બોલમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. સેમસને પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ સતત બીજી સદી ફટકારી હતી.

સૌથી ઝડપી સદી ફટકારી 

આગાઉ સેમસને 12 ઓક્ટોબર 2024ના રોજ હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે 111 રન બનાવ્યા હતા. જેમાં તેણે માત્ર 47 બોલનો સામનો કરીને સદી પૂરી કરી હતી. દક્ષિણ આફ્રિકા સામે T20Iમાં સેમસને કરેલી સદી કોઈ પણ ભારતીય બેટર દ્વારા કરવામાં આવેલી આ સૌથી ઝડપી સદી હતી.

આ પણ વાંચો : ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ઘણાં નિર્ણય પર સહમતી નહીં: રિપોર્ટમાં દાવો

નવો રેકોર્ડ બનાવ્યો સેમસને 

સંજુ સેમસને આ સદી દ્વારા નવો રેકોર્ડ બનાવ્યો હતો. સતત બે T20I મેચમાં સદી ફટકારનાર પહેલો એશિયન બેટર બની ગયો છે. સંજુ સેમસનની વિસ્ફોટક સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 202 રન બનાવ્યા હતા.

સંજુ સેમસને રચ્યો ઇતિહાસ, T20Iમાં આ દમદાર સિદ્ધિ મેળવનાર બન્યો પહેલો એશિયન ખેલાડી 2 - image


Google NewsGoogle News